Home /News /sport /

Pro Kabaddi League : પ્રો કબડ્ડીમાં જીત નક્કી કરે છે 'સુપર રેડ,' જાણો ડૂ ઓર ડાઈ સહિતના અન્ય નિયમો

Pro Kabaddi League : પ્રો કબડ્ડીમાં જીત નક્કી કરે છે 'સુપર રેડ,' જાણો ડૂ ઓર ડાઈ સહિતના અન્ય નિયમો

Pro kabaddi Rules : પ્રો કબડ્ડીના નિયમો, ક્રિકેટની જેમ કબડ્ડીમાં પણ રેફરી હાર જીત નક્કી કરે છે પરંતુ શું હોય છે જુદા જુદા નિયમો જાણો આ ખાસ અહેવાલમાં

Pro Kabaddi League Rule: આગામી 22મી ડિસેમ્બરથી પ્રો કબડ્ડીની શરૂઆત થવાની છે, કબડ્ડીની મેચમાં પણ ક્રિકેટની જેમ જુદા જુદા નિયમો અને ટેકનિકલ શબ્દો વપરાય છે. આ શબ્દો અને નિયમો જાણી લો તો કબડ્ડીની મેચ જોવાની મજા આવશે

    Pro Kabaddi League Rule: આગામી 22મી ડિસેમ્બરથી પ્રો કબડ્ડીની શરૂઆત થવાની છે (Pro Kabaddi 2021 Schedule) આ વખતે ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લઈ રહી છે. પ્રો કબડ્ડી સિઝન 8 (PKL Season 8)નું આયોજન આ વર્ષે બેંગ્લોરમાં થવાનું છે. આ વખતે એક જ દિવસમાં 3 મેચ યોજાશે. મેચના શિડ્યુલ પણ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે. મેચ દરિયાન આ વખતે પ્રેક્ષકો જોવા નહીં મળે. કોરોનાના કારણે પ્રેક્ષકો વગર જ મેચ યોજાશે. કબડ્ડી ભારતની પ્રાદેશિક રમત હોવા છતાં તેના વિશે લોકોને ખાસ માહિતી નથી હોતી. જો તમે કબડ્ડીની મેચ જોવા માંગતા હોય તો તમારે આ નિયમો સમજવા જરૂરી છે. પ્રો કબડ્ડીના કેટલાક એવા નિયમો જે મેચ જોતા પહેલાં સમજવા જરૂરી છે (Rules of Pro Kabaddi) જો તમે આ નિયમો સમજો તો તમને કબડ્ડીની મેચ જોવામાં પણ મજા આવશે.

    પ્રો કબડ્ડીના નિયમ

    પ્રો કબડ્ડી બે હાફમાં રમાય છે. 20-20 મિનિટના બે હાફ દરમિયાન દરેક મેચમાં દરેક ટીમના 5-5 સબ્સીટ્યૂટ મળે છે. ટીમે ટાઇમ આઉટની સાથે સાથે પટ બદલવાની પણ છૂટ મળી શકે છે. આ સાથે ક્રિકેટની જેમ કબડ્ડીમાં પણ રેફરીના નિર્ણયને ચેલેન્જ કરવા માટે રિવ્યૂ મળે છે.

    સુપર રેડ

    પ્રો કબડ્ડીમાં દરેક ખેલાડીની એવી ચાહત હોય છે કે તે વિપક્ષી ટીમના વધુમાં વધુ ખેલાડીને આઉટ કરે. કબડ્ડીમાં જીત માટે સુપર રેડ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત છે. કોઈ પણ ખેલાડી જ્યારે વિપક્ષી ટીમના ત્રણ અથવા તેથી વધુ ખેલાડીઓને આઉટ કરે છે ત્યારે સુપર રેડ કહેવામાં આવે છે. બે ડિફેન્ડરને આઉટ કરવાની સાથે એક વધુ બોનસ પોઇન્ટ મળે ત્યારે પણ સુપર રેડ કહેવામાં આવે છે.

    ડૂ-ઓર-ડાય રેડ

    જો રેડર ટીમના રેડ સતત બે વખત ખાલી જાય છે, તો તેમની ત્રીજી રેડને ડૂ-ઓર-ડાય રેડ કહેવાય છે. એટલે કે આ રેડમાં રેડરે પોઇન્ટ મેળવવો જરૂરી છે.

    આ પણ વાંચો :  Pro Kabaddi League : શું તમે જાણો છો પ્રો કબડ્ડી લીગમાં વારંવાર વપરાતા આ શબ્દોનો અર્થ

    ઓલ આઉટ

    ક્રિકેટની જેમ કબ઼ડ્ડીમાં પણ જો આખી ટીમ આઉટ થઈ જાય તો તેને ઓલ આઉટ કહેવામાં આવે છે. કબડ્ડીમાં ઓલઆઉટ સાથે અલગ નિયમ છે. અહીંયા જો તમે કોઈ ટીમને ઓલ આઉટ કરી નાખો તો તેના વધારાના બે પોઇન્ટ પણ મળે છે.

    સુપર 10

    એરક મેચમા ંજ્યારે કોઈ રેડરને ટચ અને બોનના કુલ 10 અથવા તેનાથી વધુ પોઇન્ટ મળે તો તેને સુપર 10 કહેવામાં આવે છે.

    સુપર ટેકલ

    ડિફેન્સ કરનારી ટીમમાં 3 અથવા તેનાથી ઓછા ખેલાડી હોવા છતા પણ પણ તે રેડરને આઉટ કરવામાં સફળ રહે તો તેને સુપર ટેકલ કહેવામાં આવે છે.

    આ પણ વાંચો :  Sourav Ganguly: દ્રવિડ-લક્ષ્મણ બાદ શું સચિનની ફરી થશે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી? ગાંગુલીએ કર્યો ઈશારો

    બોનસ

    રેડરનો પગ બોનસ લાઇનની પાર જાય તો તેને બોનસ પોઇન્ટ મળે છે. જ્યારે બીજી ટીમમાં ઓછામાં ઓછા 6 ખેલાડી રમતના મેદાનમાં રમતા હોય ત્યારે જ બોનસ પોઇન્ટ મળે મળે છે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pro Kabaddi, Pro kabaddi league, Sports News in Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन