BCCIએ દુલીપ ટ્રોફી માટે જાહેર કરી ટીમ, પ્રિયાંક પંચાલ ઇન્ડિયા રેડનો કેપ્ટન

ઇન્ડિયા બ્લ્યુની કેપ્ટનશિપ શુભમન ગિલ અને ઇન્ડિયા ગ્રીનની કેપ્ટનશિપ ફેઝ ફઝલને આપવામાં આવી

News18 Gujarati
Updated: August 7, 2019, 6:11 PM IST
BCCIએ દુલીપ ટ્રોફી માટે જાહેર કરી ટીમ, પ્રિયાંક પંચાલ ઇન્ડિયા રેડનો કેપ્ટન
BCCIએ દુલીપ ટ્રોફી માટે જાહેર કરી ટીમ, પ્રિયાંક પંચાલ ઇન્ડિયા રેડનો કેપ્ટન
News18 Gujarati
Updated: August 7, 2019, 6:11 PM IST
બીસીસીઆઈએ દુલીપ ટ્રોફી(Duleep Trophy) 2019-20 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. દુલીપ ટ્રોફી 17 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2019 દરમિયાન બેંગલોરમાં રમાશે. દુલીપ ટ્રોફીની 58મી સિઝનમાં ઇન્ડિયા રેડની ટીમની કેપ્ટનશિપ ગુજરાતના પ્રિયાંક પંચાલને આપવામાં આવી છે. આ સિવાય ઇન્ડિયા બ્લ્યુની કેપ્ટનશિપ શુભમન ગિલ અને ઇન્ડિયા ગ્રીનની કેપ્ટનશિપ ફેઝ ફઝલને આપવામાં આવી છે.

ટીમો આ પ્રકારે છે

ઇન્ડિયા બ્લ્યુ - શુભમન ગિલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, અનપોલપ્રીત સિંહ, રિકી ભુઈ, અંકિત બાવને, સ્નેલ પટેલ, શ્રેયસ ગોપાલ, સૌરભ કુમાર, જલજ સક્સેના, તુષાર દેશપાંડે, બાસિલ થમ્પી, દિવેશ પઠાનિયા, અનિકેત ચૌધરી, આશુતોષ અમર.

આ પણ વાંચો - ભારતીય ટીમની નજર હવે વન-ડે શ્રેણી તરફ, આવો છે કાર્યક્રમ

ઇન્ડિયા ગ્રીન - ફૈઝ ફઝલ (કેપ્ટન), અક્ષત રેડ્ડી, ધ્રુવ મોરે, પ્રિયમ ગર્ગ, સિદ્ધેશ લાડ, અક્ષદીપ નાથ, રાહુલ ચાહર, ધર્મેન્દ્રસિંહ ચાવડા, જયંત યાદવ, અંકિત રાજપૂત, ઇશાન પોરેલ, તનવીર ઉલ હક, અક્ષય વાડકર, રાજેશ મોહંતી, મિલિંદ કુમાર.

ઇન્ડિયા રેડ - પ્રિયાંક પંચાલ (કેપ્ટન), અભિમન્યુ ઇશ્વરન, અક્ષર પટેલ, કરુણ નાયર, ઇશાન કિશન, હરપ્રીત ભાટિયા, આદિત્ય સરવટે, મહિપાલ લોમરોલ, અક્ષય વખારે, વરુણ એરોન, રોનિત મોરે, જયદેવ ઉનડકટ, સંદીપ વારિયર, અંકિત કલસી.
First published: August 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...