નવી દિલ્લી: દિલ્લી કેપિટલ્સ (Delhi Capitals)ના સ્ટાર ખેલાડી પૃથ્વી શો (Prithvi Shaw)નું નામ છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી પ્રાચી સિંહ સાથે જોડાઇ રહ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર તે પ્રાચીને ડેટ કરી રહ્યો છે. પૃથ્વી શોના સોશિયલ મીડિયા પર તેના કેટલાક કમેન્ટ્સ પણ જોવા મળ્યા હતા જેને જોતા લાગી રહ્યું છે કે, બંન્ને વચ્ચે કંઇક ખાસ મિત્રતા હશે. હવે તો પ્રાચીએ પણ થોડા સંકેત આપી દીધા છે. અને તેના પ્રેમનો ઈજહાર પણ કરી દીધો છે. કોલકત્તા નાઇટ રાઈડર્સ સામેની મેચમાં પૃથ્વી શોએ 82 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ત્યાર બાદ પ્રાંચીએ પૃથ્વી શોની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
તેણે દિલ વાળા ઈમોજી સાથે કહ્યું કે, મને તારા પર ગર્વ છે. અને આ સાથે પ્રાચીએ શોને એક નવી શૂટકેશ લેવાની પણ સલાહ આપી હતી. કેકેઆર સામેની મેચમાં પૃથ્વી શોને મોટાભાગના એવોર્ડ પોતાન નામે કર્યા હતા અને પ્રાંચીએ તમામ તસવીરો તેની સ્ટોરીમાં સેન્ડ કરી હતી. અને કહ્યું આ તમામ એવોર્ડને મુકવા માટે એક નવી શૂટકેશ લઇ લેવી જોઈએ. જેમાં તમામ એવોર્ડને મૂકી શકાય. શોને તે મેચમાં મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ, પાવર પ્લેયર ઓફ ધ મેચ, ગેમ ચેન્જર ઓફ ધ મેચ, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ, અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શોએ આ મેચમાં શિવમ માંવીની એક ઓવરમાં સતત 6 ચોક્કા માર્યા હતા.
પ્રાચી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં નવો ચેહરો છે. તેણે કલર્સના ફેમસ શો ઉડાનમાં કામ કર્યું છે. પ્રાચી સિંહ મોડલ પણ છે. અને તે જોરદાર ડાન્સ પણ કરે છે. બોલીવુડની સાથે સાથે તેને કિક્રેટરો સાથે પણ સારા સબંધ બનાવ્યા છેય મહત્વનું છે કે, કેટલાય ક્રિકેટરોને બોલીવુડ એક્ટર્સ દ્વારા જીવનસાથી પણ બનાવવામાં આવ્યા છે ત્યારે શું પૃથ્વી શો આવુ કરશે તે એક મોટો પ્રશ્ન છે?
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર