Home /News /sport /

પૃથ્વી શો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર, આ યુવા ખેલાડીને મળી તક

પૃથ્વી શો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર, આ યુવા ખેલાડીને મળી તક

પૃથ્વી શો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર

ગત મહિને ભારતીય ટીમનો ઓપનર પૃથ્વી શો ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો

    ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ઈજાગ્રસ્ત પૃથ્વી શો ઓસ્ટ્રેલિયા પ્રવાસની બાકી બચેલી બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. પૃથ્વી શો ના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરાયો છે. આ સિવાય ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરાયો છે. પૃથ્વી ઈજાના કારણે એડિલેડ અને પર્થમાં રમાયેલ ટેસ્ટ પણ રમી શક્યો ન હતો. આશા હતી કે તે બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે પણ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે.

    ગત મહિને ભારતીય ટીમનો ઓપનર પૃથ્વી શો ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. તેનું બહાર થવું ભારત માટે મોટો ઝટકો છે, કારણ કે ભારતના ઓપનર મુરલી વિજય અને લોકેશ રાહુલ કંગાળ ફોર્મમાં છે, તેથી ઓપનિંગમાં ઇનફોર્મ બેટ્સમેનની જરુર હતી.

    ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચમાં પૃથ્વીએ ધમાકેદાર શતકીય ઇનિંગ્સ રમી હતી. વિન્ડીઝ સામે રાજકોટ ટેસ્ટમાં 134 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 99 બોલમાં સદી પુરી કરી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા ત્રીજી ફાસ્ટેસ્ટ સદી હતી.

    આ પણ વાંચો - આઈપીએલ-2019: મંગળવારે ક્રિકેટરોની હરાજી, જાણો ખાસ વાતો

    અત્યાર સુધી બે ટેસ્ટમાં પૃથ્વીએ 118.50ની એવરેજથી 237 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પ્રેક્ટિસ મેચમાં 69 બોલમાં 66 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આમ તે શાનદાર ફોર્મમાં હતો.

    કર્ણાટકનો બેટ્સમેન છે મયંક અગ્રવાલ
    છેલ્લા ઘણા સમયથી રન બનાવી રહેલા કર્ણાટકના બેટ્સમેન મયંક અગ્રવાલને આખરે ટીમ ઇન્ડિયામાં તક મળી છે. મયંક ઇન્ડિયા-એ તરફથી પણ વિદેશમાં પણ મેચ રમી રહ્યો છે. જ્યાં તેનું પ્રદર્શન શાનદાર છે. મયંકે 46 ફર્સ્ટક્લાસ મેચમાં 3599 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 304* રન છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Australia, Mayank agarwal, Prithvi Shaw, Test series

    આગામી સમાચાર