ભારતીય ક્રિકેટ ટીમનો ભવિષ્યનો સ્ટાર ગણાતો પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેઇલ થયો છે. પૃથ્વી શો ઉપર 15 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શો પહેલા જ ઈજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. આ કારણે તેની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે પસંદગી થઈ નથી. ઇન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન 22 ફેબ્રુઆરી 2019ના રોજ પૃથ્વી શો નો યૂરિન સેમ્પલ લેવામાં આવ્યો હતો. જેમાં પ્રતિબંધિત પદાર્થ મળ્યો હતો.
ડોપ ટેસ્ટ બીસીસીઆઈના એન્ટી ડોપિંગ પ્રોગામ પ્રમાણે કરવામાં આવ્યો હતો. પૃથ્વી શો ના યૂરિન સેમ્પલમાં જે પદાર્થ મળ્યો છે તેનું નામ ટબ્યૂટેલાઇન છે, જેનો ઉપયોગ કફ સિરપમાં કરવામાં આવે છે. આ પદાર્થ વાડાની પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.
બીસીસીઆઈની વિજ્ઞપ્તિ પ્રમાણે 16 જુલાઈ 2019ના રોજ પૃથ્વી શોને એન્ટી ડોપિંગ રુલ વોયલેશન(ADRV)અને બીસીસીઆઈ એન્ટી ડોપિંગ રુલ્સ (ADR)ની કલમ 2.1ના ભંગનો દોષિત માન્યો હતો. પૃથ્વી શો એ આ સેવનની વાત માની છે. જોકે તેણે સાથે કહ્યું હતું કે તેણે ઉધરસ રોકવા માટે કફ સિરપનો ઉપયોગ કર્યો હતો. બીસીસીઆઈએ શો ની સ્પષ્ટતા સ્વિકાર કરી લીધી છે અને માન્યું છે કે શો એ શારીરિક ક્ષમતા વધારવા માટે નહીં પણ ઉધરસ રોકવા માટે પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. જોકે પૃથ્વી શો ની લાપરવાહીના કારણે તેની ઉપર આઠ મહીનાનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
બીસીસીઆઈ ADRની કલમ 10.10.3 પ્રમાણે પૃથ્વી શોએ પોતાની ઉપર લાગેલા આરોપોનો સ્વિકાર કરી લીધો છે. જેથી તેની ઉપર કલમ 10.10.2 પ્રમાણે ડેટ પ્રતિબંધ લગાવ્યો છે. હિપ ઇંજરીમાંથી પાછા ફરી રહેલા પૃથ્વી શો ને 8 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો ગાળો 16 માર્ચ 2019થી 15 નવેમ્બર 2019 મિડ નાઇટ સુધી રહેશે.
પૃથ્વી શો સિવાય રાજસ્થાન તરફથી ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમનાર દિવ્યા ગજરાજ અને વિદર્ભ તરફથી રમનાર અક્ષર ડુલ્લરવાર ઉપર પણ 8 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર