ક્રાઇસ્ટચર્ચમાં અડધી સદી ફટકારીને પૃથ્વી શૉએ ટીકાકારોની બોલતી કરી બંધ, બનાવ્યો રેકોર્ડ

News18 Gujarati
Updated: February 29, 2020, 8:44 AM IST
ક્રાઇસ્ટચર્ચમાં અડધી સદી ફટકારીને પૃથ્વી શૉએ ટીકાકારોની બોલતી કરી બંધ, બનાવ્યો રેકોર્ડ
પૃથ્વી શૉ

પૃથ્વી શૉ (Prithvi Shaw)એ ક્રાઇસ્ટચર્ચ (Christ Church)માં 64 બોલમાં 54 રન બનાવ્યા હતા, પ્રથમ ટેસ્ટમાં તે ફ્લૉપ રહ્યો હતો.

  • Share this:
ક્રાઇસ્ટચર્ચ : ભારતના યુવા બેટ્સમેન્ટ પૃથ્વી શૉ (Prithvi Shaw) ન્યૂઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયા પર સતત તેને બહાર બેસાડીને યુવા ખેલાડી અને બેટ્સમેન શુભમન ગિલ (Shubhman Gill)ને સ્થાન આપવાની વાત કરવામાં આવતી હતી. શૉએ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં જ અડધી સદી ફટકારીનો ટીકાકારોનું મોઢું બંધ કરી દીધું છે. પોતાની આ ઇનિંગ્સમાં તેણે ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કરવા ઉપરાંત એક રેકોર્ડ પણ કર્યો છે.

શૉએ 64 બોલમાં બનાવ્યા 54 રન

ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ગત મેચમાં અડધી સદી ફટકારનાર મયંક અગ્રવાલ સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદમાં પૃથ્વી શૉએ પૂજારા સાથે પાર્ટનરશીપ કરી હતી. આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી શૉએ 64 બોલમાં 54 રન બનાવ્યા હતા. તે પીચ પર ખૂબ સેટ નજરે પડતો હતો. એવું પણ લાગી રહ્યું હતું કે આજે તે સદી ફટકારશે. આ સમયે જ કાઇલ જેમીસનના એક બોલને રમવા જતા તે સ્લિપમાં ટૉમ લાથમના હાથે કેસ આઉટ થઈ ગયો હતો. લાથને ખૂબ જ શાનદાર કેચ પકડ્યો હતો. શૉ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ફૉર્મેટમાં અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

ન્યૂઝલેન્ડમાં અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા બેટ્સમેન

ન્યૂઝીલેન્ડ (New Zealand)માં ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) છે. તેંડુલકરે વર્ષ 1990માં નેપિયરમાં 16 વર્ષ 291 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે શૉ હાલ 20 વર્ષ 112 દિવસનો છે. આ યાદીમાં ત્રીજા નંબર પર અતુલ વાસનનું નામ છે. જેણે 1990માં 21 વર્ષ 336 દિવસની ઉંમરમાં ઑકલેન્ડમાં 50 રન બનાવ્યા હતા.
First published: February 29, 2020, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading