થઈ જાવ તૈયાર, સિંધૂ-સાઈના રમવા આવશે અમદાવાદમાં

News18 Gujarati
Updated: December 7, 2018, 3:55 PM IST
થઈ જાવ તૈયાર, સિંધૂ-સાઈના રમવા આવશે અમદાવાદમાં
અમદાવાદમાં પ્રથમ વખત પ્રીમિયર બેડમિન્ટન લીગ ની મેચો રમાવાની છે

અમદાવાદમાં પ્રથમ વખત પ્રીમિયર બેડમિન્ટન લીગની મેચો રમાશે

  • Share this:
આશિષ ગોહિલ

અમદાવાદના રમતપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ અને પીવી સિંધૂ અમદાવાદમાં રમવા આવવાના છે. આ બંને સ્ટાર ઉપરાંત શ્રીકાંત, પ્રણોય, સૌરભ વર્મા, સ્પેનની સ્ટાર પ્લેયર કારોલિના મારીન પણ અમદાવાદમાં રમવા આવશે.

અમદાવાદમાં પ્રથમ વખત પ્રીમિયર બેડમિન્ટન લીગ (પીબીએલ)ની મેચો રમાવાની છે. પીબીએલની ચોથી સિઝનનો 22 ડિસેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દરમિયાન 2 થી 6 જાન્યુઆરીએ આ લીગની મેચો અમદાવાદના ટ્રાન્સમીડિયા સ્ટેડિયમમાં રમાવાની છે. જેમાં સિંધૂ અને સાઈના સહિત વિશ્વભરના સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે. પ્રથમ વખત અમદાવાદમાં પીબીએલની મેચો રમાશે.

આ વખતે નવ ટીમો લઈ રહી છે ભાગ
પ્રીમિયર બેડમિન્ટન લીગમાં આ વખતે કુલ 9 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં અમદાવાદ સ્મૈશ માસ્ટર્સ, અવૈધ વોરિયર્સ, બેંગલુરુ બ્લાસ્ટર્સ, ચેન્નાઈ સ્મેશર્સ, દિલ્હી ડૈશર્સ, પૂણે 7 અસેસ, નોર્થ ઇસ્ટર્ન વોરિયર્સ, હૈદરાબાદ હંટર્સ અને મુંબઈ રોકેટ્સ ટીમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યા આવતા જ ધોનીને છોડીને ચાલી ગઈ સાક્ષી, Video વાયરલ!અમદાવાદની ટીમમાં ડેન્માર્કનો વિક્ટર એક્સેલસન, સિક્કી રેડ્ડી, અનુષ્કા પારીખ જેવા ખેલાડી છે. પીવી સિંધૂ હૈદરાબાદ તરફથી અને સાઇના નેહવાલ નોર્થ ઇસ્ટર્ન તરફથી રમતી જોવા મળશે.

અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલી અમદાવાદની પ્લેયર સિક્કી રેડ્ડીએ કહ્યું હતું કે હું પ્રથમ વખત અમદાવાદમાં રમવા આવી રહી છું. મને વિશ્વાસ છે કે અહીંના લોકો અમને ઘણો પ્રેમ આપશે. આ પ્રસંગે બેડમિન્ટન એસોશિયેશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત બેડમિન્ટન એસોસિયેશનના સેક્રેટરી મયુર પરીખ પણ હાજર રહ્યા હતા.
First published: December 7, 2018, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading