અશ્વિનની ટીમે તોડ્યુ દિલ, પ્રિટી ઝીન્ટના આંખોમાંથી નિકળી ગયા આંસુ

News18 Gujarati
Updated: May 21, 2018, 1:43 PM IST
અશ્વિનની ટીમે તોડ્યુ દિલ, પ્રિટી ઝીન્ટના આંખોમાંથી નિકળી ગયા આંસુ

  • Share this:
એકવાર ફરીથી પ્રીટી ઝીન્ટાની ટીમ પ્લે ઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ મળેલી હાર સાથે જ કિંગ્સ ઈલેવન પંજાબમાંથી બહાર થઈ ગઈ. સિઝનની શરૂઆતમાં ખિતાબી પ્રબળ દાવેદાર બનીને સામે આવેલ પંજાબની ટીમ ખોખલી સાબિત થઈ.

પુણેમાં રવિવારે રમાયેલ અંતિમ રાઉન્ડના મુકાબલામાં પંજાબને ચેન્નાઈએ પાંચ વિકેટથી માત આપી દીધી. પ્લેઓફમાં પહોંચવા માટે પંજાબને મેચ જીતવાની સાથે રન રેટ વધારવાની કોશિશ કરવાની હતી, તેથી તેને રાજસ્થાનને પાછળ છોડવા માટે 53 રનથી જીત મેળવવી જરૂરી હતી. પંજાબની ટીમ જરૂરી અંતરથી મેચ જીતવાની વાત તો એકબાજુ રહી આખી મેચ જ હારી ગઈ.

સિઝનમાં લગભગ બધી જ મેચોમાં સ્ટેડિયમમાં હાજર રહેલી પ્રીટી ઝીન્ટા માટે ટીમની આઈપીએલથી વિદાય દિલ તોડનાર રહી. હાર બાદ પ્રીટી ઝીન્ટાની ધીરત ખુટીપડી અને આંખોમાં આંસુ આવી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રીટીએ મુશ્કેલથી પોતાના ઈમોશન કંટ્રોલ કર્યા.

કિંગ્સ ઈલેવન પંજાબે સિઝનની શરૂઆત પ્રથમ છ મેચોમાંથી પાંચ મેચો જીતીને કરી હતી. ત્યાર બાદ બાકીની આઠ મેચોમાં પંજાબે સાત મેચ ગુમાવી દીધી અને ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહી.
First published: May 21, 2018, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading