50 તોલાની સોનાની ચેઈન પહેરી આ ક્રિકેટરે અપાવી વાસ્તવના સંજય દત્તની યાદ

News18 Gujarati
Updated: October 13, 2019, 3:56 PM IST
50 તોલાની સોનાની ચેઈન પહેરી આ ક્રિકેટરે અપાવી વાસ્તવના સંજય દત્તની યાદ
50 તોલાની સોનાની ચેઈન પહેરી આ ક્રિકેટરે અપાવી વાસ્તવના સંજય દત્તની યાદ

આજના ભાવ પ્રમાણે કિંમત 18 લાખ રુપિયા કરતા પણ વધારે છે

  • Share this:
ગત વર્ષે ઑક્ટોબરમાં ભારતના ફાસ્ટ બૉલર પ્રવિણ કુમારે (Praveen Kumar)ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેણે 2005માં લિસ્ટ એ માં ડેબ્યૂ કર્યા પછી 13 વર્ષની પોતાના સફર પર વિરામ લગાવી દીધી હતી. તે બંને તરફ બોલને મૂવ કરવામાં માહેર હતો. 33 વર્ષના આ બૉલરે વન-ડે ક્રિકેટમાં બૅટ્સમેનોને ઘણા પરેશાન કર્યા હતા. આ બૉલર પોતાની બૉલિંગ ઉપરાંત સોનાની ચેઈનના કારણે પણ ઓળખાતો હતો. જેને તે હંમેશા પહેરીને રાખતો હતો. જોકે 2004માં એ સમયે ઝટકો લાગ્યો હતો જયારે તેની 250 ગ્રામની ચેઈન ખોવાઇ ગઈ હતી.

આ ચેઈન ખોવાયા ગયાના ઘણા સમય પછી તે ફરી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો છે. આ વખતે તેણે ગળામાં અડધા કિલોની ચેઈન પહેરી છે. જેની આજના ભાવ પ્રમાણે કિંમત 18 લાખ રુપિયા કરતા પણ વધારે છે. તેણે અડધા કિલોની ચેઈન સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. આ ફોટો જોતા બધાને વાસ્તવના સંજય દત્ત(Sanjay Dutt)ની યાદ આવી ગઈ હતી. પ્રવિણ કુમારે આ ફોટો શેર કરતા કહ્યું હતું કે તે સંજય દત્તને ગંભીર રુપથી લે છે. ‘આ જો મા 50 તોલા?’ આ ડાયલોગ 1999માં સંજય દત્તની ફિલ્મ વાસ્તવનો છે. આ ડાયલોગ ઘણો લોકપ્રિય થયો હતો.

આ પણ વાંચો - ક્રિકેટર મનીષ પાંડે આ ગ્લેમરસ અભિનેત્રી સાથે કરશે લગ્નપ્રવિણ કુમારની સોનાની ચેઈન 2014ની વિજય હઝારે ટ્રોફી દરમિયાન ખોવાઈ ગઈ હતી. વિજય હઝારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન વચ્ચેના મુકાબલામાં પ્રવિણ પોતાની 250 ગ્રામની ચેઈન ડ્રેસિંગ રુપમાં ભુલી ગયો હતો. આ પછી તેને યાદ આવ્યું તો અધિકારીઓને જાણ કરી હતી પણ ચેઈન મળી ન હતી. આ પછી ઘણા સમય સુધી પ્રવિણ કુમારે સોનાની ભારે ચેઈન પહેરી ન હતી. જોકે હવે પાછો પોતાના જુના રંગમાં આવી ગયો છે.

નિવૃત્તિ લીધા પછી તે ટી-10 લીગમાં ઉતર્યો હતો. પ્રવિણ કુમાર ભારત તરફથી 6 ટેસ્ટ, 68 વન-ડે અને 10 ટી-20 મેચ રમ્યો છે.
First published: October 13, 2019, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading