FIFA વર્લ્ડ કપઃ સ્પેન-પોર્ટુગલ મેચમાં થયા 6 ગોલ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ‘હેટ્રીકથી મેચ ડ્રો’
FIFA વર્લ્ડ કપઃ સ્પેન-પોર્ટુગલ મેચમાં થયા 6 ગોલ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ‘હેટ્રીકથી મેચ ડ્રો’
ફાઇલ તસવીર
ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની શાનદાર હેટ્રીકથી પોર્ટુગલે શુક્રવારે મોડી રાત્રે ફિફા વર્લ્ડકપ ગ્રુપ બીની પોતાની પહેલી મેચ ડ્રો કરી હતી. પોર્ટુગલે આ મેચ સ્પેન સામે 3-3થી ડ્રો કરીને એક પોઇન્ટ મેળવ્યો છે.
ફોરવર્ડ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની શાનદાર હેટ્રીકથી પોર્ટુગલે શુક્રવારે મોડી રાત્રે ફિફા વર્લ્ડકપ ગ્રુપ બીની પોતાની પહેલી મેચ ડ્રો કરી હતી. પોર્ટુગલે આ મેચ સ્પેન સામે 3-3થી ડ્રો કરીને એક પોઇન્ટ મેળવ્યો છે. પોર્ટુગલના કેપ્ટન રોનાલ્ડોએ પોતાના કરિયરમાં પહેલાવાર સ્પેન સામે ગોલ કર્યો હતો. આ મેચમાં સ્પેન સામે ડિએગો કોસ્ટાએ બે જ્યારે નાચો ફનાર્ડીઝે એક ગોલ કર્યો હતો.
રોનાલ્ડો માટે પહેલો ગોલ
ફિશ્ટ સ્ટેડિયમમાં રમાઇ રહેલા આ મુકાબલામાં પોર્ટુગલ ઝડપી શરૂઆત કરી હતી. પહેલી મિનિટથી જ ટીમ તાલબદ્ધ જોવા મળી હતી. ચોથી મિનિટમાં સ્પેનના ડિફેન્ડર નાચોએ રોનાલ્ડોને બોક્સમાં પાડ્યો હતો જેના કારણે પોર્ટુગલને પેનલ્ટી મળી હતી. રોનાલ્ડોએ બોલને ગોલમાં નાખીને પોતાની ટીમને 1-0ની આગલ લાવી હતી.
પોર્ટુગલે 22મી મિનિટને ગોલને બેવડો કરવાનો મોકો મળ્યો હતો. ટીમના બીજા ફોરવર્ડ ગોનકાલો ગુએડસે પોતાના કેપ્ટન રોનાલ્ડોથી મળેલા પાસને ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ બે મિનિટ પછી સ્પેનના સ્ટ્રાઇકર ડિએગો કોસ્ટાએ પોતાના દમ ઉપર વિપક્ષી ટીમના ડિફેન્સને ભેદીને ગોલ કર્યો હતો. ત્યારબાદ બંને ટીમોને બરાબર ગોલ થયા હતા.
પહેલા હાફમાં પોર્ટુગલ આગળ
સરખા ગોલ કર્યાબાદ સ્પેનની રમત વધારે સારી થઈ હતી. એવું લાગી રહ્યું હતું કે, પહેલો હાફ 1-1ના સ્કોર સાથે પુરો થશે. પરંતુ 44મી મિનિટમાં રોનાલ્ડોએ 18 ગજના બોક્સની બહાર શોર્ટ માર્યો જેણે સ્પેનના ગોલકિપર ડેવિડ ડિ ગિયા પકડી ન શક્યા અને પોર્ટુગલ મેચમાં 2-1થી આગળ રહી.
બીજા હાફમાં સ્પેન આગળ વધ્યું
બીજા હાફમાં સ્પેનની રમતમાં વધારે આક્રમક્તા જોવા મળી હતી. ટીમને 55મી મિનિટમાં ફ્રી કિક મળી હતી. ડેવિડ સિલ્વાએ ગોલમાં મિડફિલ્ડ સર્ગિયો બુસ્કેટ્સની તરફ ઉછાળ્યો હતો, બુસ્કેટ્સ હેડર લગાવવામાં સફળ રહ્યા હતા. બોલ ડિએગો કોસ્ટા તરફ ગઇ જે ગોલ કરવામાં સફળ રહ્યો અને ફરીથી બંને ટીમો 2-2ના સરખા સ્કોર ઉપર આવી ગઇ. આ ગોલના ત્રણ મિનિટ પછી ડિફેન્ડર નાચો ફર્નાર્ડિઝે પોતાની રાષ્ટ્રીય ટીમ માટે પહેલો ગોલ કરી સ્પેનને મેચમાં આગળ લાવી દીધી હતી. નાચોએ આ શાનદાર ગોલ બોક્સના જમણી છેડાથી કર્યો હતો.
રોનાલ્ડોની જાદુઇ ફ્રી કિક
88મી મિનિટમાં પોર્ટુગલને બોક્સની બહાર ફ્રી કિક મળી અને તેણે ફ્રી કિક ઉપર શાનદાર ગોલ કર્યો હતો. પોતાની હેટ્રીક પુરી કરીને પોર્ટુગલે આ મેચમાં એક પોઇન્ટ મેળવવામાં સફળ રહ્યું.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર