નવી દિલ્હી : 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે યુવરાજ સિંહે ફટકારેલી 6 સિક્સરો (6 sixes in an over)ભાગ્યે જ કોઇ ક્રિકેટપ્રેમી ભૂલ્યા હશે. ક્રિકેટ જગતમાં આવી સિદ્ધિ ક્યારેક જ જોવા મળે છે. હવે ફરી એક વખત યુવા ભારતીય ખેલાડીએ આવી સિદ્ધિ મેળવી છે. કૃષ્ણા પાંડે (krishna pandey)નામના ખેલાડીએ પુંડુચેરી ટી-10 ટૂર્નામેન્ટમાં (pondicherry t10 league)આ સિદ્ધિ મેળવી છે.
કૃષ્ણા પાંડેએ પુંડુચેરી ટી-10 ટૂર્નામેન્ટમાં પેટ્રિઓટ્સ ટીમ તરફથી રમતા આ સિદ્ધિ મેળવી છે. કૃષ્ણાએ રોયલ્સ ટીમના ફાસ્ટ બોલર નિતેશ ઠાકુર સામે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. જોકે કૃષ્ણાની આ શાનદાર ઇનિંગ્સ પણ ટીમને હારથી બચાવી શકી ન હતી. 4 રનના નજીવા અંતરેથી પેટ્રિઓટ્સની ટીમે રોયલ્સ સામે મેચ ગુમાવી હતી.
આ પહેલા રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 3 વિકેટે 157 રન બનાવ્યા હતા. જવાબમાં પેટ્રિઓટ્સની ટીમ 10 ઓવરમાં 5 વિકેટે 153 રન જ બનાવી શકી હતી. 4 રને ટીમનો પરાજય થયો હતો. કૃષ્ણાએ 19 બોલમાં 83 રનની ઇનિંગ્સ રમી હતી. પોતાની ઇનિંગ્સમાં કૃષ્ણાએ 12 સિક્સરો ફટકારી હતી. આ વિસ્ફોટક ઇનિંગ્સમાં કૃષ્ણાની સ્ટ્રાઇક રેટ 436.84નો રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્લેયર્સના નામે છે એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ
ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરવામાં આવે તો યુવરાજ સિંહ, હર્ષલ ગિબ્સ અને કિરોન પોલાર્ડના નામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે. યુવરાજ સિંહે 2007માં ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર