યુવરાજ સિંહ સામે પોલીસ ફરિયાદ, યુજવેન્દ્ર ચહલ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

યુવરાજ સિંહ સામે પોલીસ ફરિયાદ, યુજવેન્દ્ર ચહલ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
યુવરાજ સિંહ સામે પોલીસ ફરિયાદ, યુજવેન્દ્ર ચહલ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

યુવરાજ સિંહે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇંસ્ટાગ્રામ લાઇવ દરમિયાન ચહલ માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને (Yuvraj Singh) સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)પર વિવાદિત ટિપ્પણી કરવી ભારે પડી છે. યુવરાજ સિંહે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)સાથે ઇંસ્ટાગ્રામ લાઇવ દરમિયાન ચહલ માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે પછી દલિત અધિકાર કાર્યકર્તા અને વકીલ રજત કલ્સને તેની સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ હરિયાણાના હિસારમાં નોંધવામાં આવી છે. યુવરાજ અને રોહિતનો વીડિયો થોડો જૂનો છે પણ સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી તેને લઈને ચર્ચા થઈ રહી હતી. આ કારણે બધાની સામે આ મામલો આવ્યો હતો.

  લાઇવ સેશન દરમિયાન રોહિત શર્મા અને યુવરાજ સિંહ વાત કરી રહ્યા હતા કે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ લાઇવ સેશન દરમિયાન કેટલા એક્ટિવ રહે છે. ત્યારે યુવરાજે બંને ખેલાડીઓ માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ આ વિશે નારાજગી વ્યક્ત કરી હતી અને માફી માંગે તેવી માંગણી કરી હતી.
  આ પણ વાંચો - આત્મહત્યા કરવા માંગતો હતો આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી, કહ્યું - ક્રિકેટે જીવતો રાખ્યો

  રજતે યુવરાજની સાથે-સાથે રોહિત શર્મા સામે પણ નિવેદન આપ્યું છે કે રોહિત પણ આરોપી છે કારણ કે યુવરાજના શબ્દના પ્રયોગ પછી તે પણ હસી રહ્યો હતો. રજતે યુવરાજની ધરપકડની માંગણી કરી છે. પોલીસ અધિક્ષક લોકેંન્દ્ર સિંહે કહ્યું છે કે તેમને ફરિયાદ મળી છે અને ડીએસપી આ ફરિયાદની તપાસ કરી રહ્યા છે. જો યુવરાજ સિંહ આરોપી સાબિત થશે તો તે મુશ્કેલીમાં પડી શકે છે.
  Published by:News18 Gujarati
  First published:June 04, 2020, 17:09 pm