આ મોટા ભારતીય ડાયરેક્ટરે ડેવિડ વોર્નરને આપી ફિલ્મની ઓફર, જાણો શું મળ્યો જવાબ

News18 Gujarati
Updated: May 11, 2020, 3:34 PM IST
આ મોટા ભારતીય ડાયરેક્ટરે ડેવિડ વોર્નરને આપી ફિલ્મની ઓફર, જાણો શું મળ્યો જવાબ
આ મોટા ભારતીય ડાયરેક્ટરે ડેવિડ વોર્નરને આપી ફિલ્મની ઓફર, જાણો શું મળ્યો જવાબ

લૉકડાઉન વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે ભારતમાં ઘણા લોકોને પોતાના ટિકટોક વીડિયોથી પ્રશંસક બનાવી લીધા

  • Share this:
નવી દિલ્હી : લૉકડાઉન વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે (David Warner) ભારતમાં ઘણા લોકોને પોતાના ટિકટોક વીડિયોથી પ્રશંસક બનાવી લીધા છે. વોર્નરે લૉકડાઉન દરમિયાન ટિકટોક પર વીડિયો બનાવવાનું શરુ કર્યું અને તે જલ્દી આ પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. ઘણી વખત તે હિન્દી ગીત અને દક્ષિણ સિનેમાના અભિનેતાના ડાયલોગ પર ટિકટોક વીડિયો બનાવી ચૂક્યો છે. તેના આ વીડિયોથી પ્રભાવિત થઈને તેને ફિલ્મોનો પ્રસ્તાવ મળી ચૂક્યો છે.

વોર્નર રવિવારે 2006ની મહેશ બાબુની હિટ ફિલ્મ પોકિરી ફિલ્મનો ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે હૈદરાબાદની જર્સી પહેરીલી હતી અને હાથમાં બેટ હતું. તેનો આ વીડિયો ઘણો વાયરલ થયો છે. વોર્નર ઇંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે બતાવો આ કઈ ફિલ્મ છે. મેં દરેકની સાથે પ્રયત્ન કરી જોયો છે. ગુડ લક.

આ પણ વાંચો - કોરોના વાયરસના કારણે ટેન્ટમાં રહેવા મજબૂર છે આ ક્રિકેટર, કહ્યું - બધુ નષ્ટ થઈ ગયુંતેના આ વીડિયો પર પોકિરી ફિલ્મના ડાયરેક્ટર પુરી જગને તેને જવાબ આપ્યો છે. તેણે વોર્નરની પ્રશંસા કરતા કહ્યું કે આ ડાયલોગ તેના એગ્રેસિવ સ્ટાઇલને ઘણો સૂટ કરી રહ્યો છે. તેમણે સાથે પોતાની ફિલ્મમાં કામ કરવા માટે પણ કહ્યું છે. પુરી જગને કહ્યું કે ડેવિડ આ બિલકુલ તમે જ છો, જિદ્દી અને અગ્રેસિવ. આ ડાયલોગ તમને ઘણો સૂટ કરે છે. તમે શાનદાર એક્ટર છો. આશા કરીશ કે તમે ક્યારેક મારી ફિલ્મમાં કેમિયો રોલ કરો. તેનો જવાબ આપતા વોર્નરે મજાક કરતા કહ્યું કે પ્રયત્ન કરી રહ્યો છું સર, તમારે જોવું પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ મને આ માટે ટ્રેડ કે રિલીઝ કરશે.

આ પહેલા વોર્નરે પુત્રી સાથે હિન્દી ગીત શીલા કી જવાની પર ડાન્સ કરીને વીડિયો બનાવ્યો હતો. આ પછી દક્ષિણ સિનેમાના સ્ટાર અલ્લુ અર્જુનના ગીત ઉપર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
First published: May 11, 2020, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading