પીએમ નરેન્દ્ર મોદીએ મહેન્દ્રસિંહ ધોનીને લખી ચિઠ્ઠી, જાણો માહી માટે શું કહ્યું

પીએમ નરેન્દ્ર મોદીએ મહેન્દ્રસિંહ ધોનીને લખી ચિઠ્ઠી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે પાનાનો લાંબો પત્ર લખો છે જેમાં તેમણે ધોનીના શાંત સ્વભાવની પ્રશંસા કરી

 • Share this:
  નવી દિલ્હી : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ (Mahendra Singh Dhoni)15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેની નિવૃત્તિ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શાનદાર ઉપલબ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા સાથે દેશને ઘણી ઐતિહાસિક જીત અપાવવા માટે ધન્યવાદ પણ કહ્યું છે. નરેન્દ્ર મોદીએ બે પાનાનો લાંબો પત્ર લખો છે જેમાં તેમણે ધોનીના શાંત સ્વભાવની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ધોની હંમેશા દેશના યુવાનો માટે પ્રેરણા રહેશે. નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં ધોનીની બધી સિદ્ધિઓ વિશે લખ્યું છે.

  પ્યારે મહેન્દ્ર,

  15 ઓગસ્ટના દિવસ તમે હંમેશા આશ્ચર્ય કરનારી સ્ટાઇલમાં એક નાનો વીડિયો મુકીને નિવૃત્તિની જાહેરાત કરી દીધી. જોકે આ આખા દેશ માટે ચર્ચાનો વિષય બનના માટે કાફી હતું. 130 કરોડ ભારતવાસી નિરાશ થયા પણ છેલ્લા દોઢ દશકમાં જે પોતાના દેશ માટે કર્યું તેના માટે તે બધા તમારા આભારી છે. તમારી કારકિર્દીને જોવાની એક રીત આંકડા પણ છે. તમે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ રહ્યા અને દેશને ટોપ પર પહોંચાડ્યું. ક્રિકેટના ઇતિહાસમાં તમારું નામ મહાન બેટ્સમેન, કેપ્ટનની સાથે-સાથે આ રમતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં પણ સામેલ રહેશે.

  આ પણ વાંચો - BCCI મહેન્દ્રસિંહ ધોની માટે આયોજીત કરશે ફેરવેલ મેચ, જાણો શું છે પ્લાન!  મુશ્કેલ સ્થિતિમાં તમારા પર ટીમ નિર્ભર કરતી હતી અને તમારી ફિનિશિંગ સ્ટાઇલ હંમેશા પ્રશંસકોને યાદ રહેશે ખાસ કરીને જે રીતે તમે 2011 વર્લ્ડ કપ દેશને જીતાડ્યો હતો. પણ મહેન્દ્રસિંહ ધોનીનું નામ ફક્ત આંકડા માટે અને જીત માટે જ યાદ કરવામાં આવશે નહીં. તમને ફક્ત એક ખેલાડી તરીકે જોવા તમારી સાથે અન્યાય થશે. આપ એક અલગ યુગ હતા.

  તમે એક નાના શહેરમાંથી નીકળીને આવ્યા અને દેશની ઓળખાણ બની ગયા. તમે દેશને ગૌરવ કરવા માટે ઘણી તકો આપી. તમારી સફળતાએ દેશના કરોડો યુવાઓને હિંમત અને પ્રેરણા આપી. તમે બતાવ્યું કે કોઈ મોટી સ્કૂલ, યુનિવર્સિટીમાં અભ્યાસ નહીં કરીને એક નાના શહેરમાંથી આવવા છતા પોતાની પ્રતિભાથી ઉચ્ચતમ સ્તર પર ઓળખ બનાવી શકે છે. તમે એક નવા ભારતની ઓળખ બન્યા જ્યાં મોટા પરિવારનું નામ યુવાઓનું નસીબ બનાવતું નથી પણ જાતે જ પોતાનું નામ અને નસીબ બનાવે છે. આપણે ક્યાંથી આવ્યા તે જરૂરી નથી આપણે ક્યાં જઈ રહ્યા છે તે જરૂરી છે.

  ફીલ્ડ પર તમે ઘણું એવું યાદગાર કર્યું જેનાથી આવનાર પેઢીઓ પ્રેરિત થશે. આજની પેઢી રિસ્ક લેવાથી ડરતી નથી, તે મુશ્કેલ સમયમાં એકબીજાની પ્રતિભા પર વિશ્વાસ બતાવે છે. વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં તમે જે કર્યું તે એક મોટું ઉદાહરણ છે.

  આ પેઢી દબાણની સ્થિતિમાં ગભરાતી નથી જે તમારી નવી ઇનિંગ્સમાં જોવા મળે છે. તમારી હેરસ્ટાઇલ કોઈપણ હોય જીત અને હારમાં તમારું મગજ શાંત જ રહ્યું જે યુવાઓ માટે ઘણું જરૂરી છે. હું અહીં ભારતીય સેના સાથે તમારા ખાસ સંબંધ વિશે પણ વાત કરવા માંગીશ. તમે આપણા ફૌજી ભાઈઓ સાથે હંમેશા ખુશ જોવા મળ્યા અને તેમના તરફ તારું વલણ હંમેશા શાનદાર રહ્યું.

  મને આશા છે કે સાક્ષી અને ઝીવાને તમારી સાથે વધારે સમય પસાર કરવાની તક મળશે. હું તેમને પણ પોતાની તરફથી શુભકામના આપું છું કારણ કે તેમના ત્યાગ અને બલિદાન વગર કશું સંભવ ન હતું. આપણા યુવા તમારી પાસેથી શીખી શકે છે કે કેવી રીતે અંગત જીવન અને પ્રોફેશનલ જીવન બેલેન્સ કરી શકાય છે. મને તમારી તે તસવીર હજુ પણ યાદ છે કે જ્યારે આખી ટીમ જીતની ઉજવણી કરી રહી હતી ત્યારે તમે પોતાની પુત્રી સાથે રમી રહ્યા હતા. તમારી નવી સફર માટે શુભકામનાઓ.

  નરેન્દ્ર મોદી
  Published by:Ashish Goyal
  First published: