Home /News /sport /પીએમ મોદીએ ગોલ્ડન બોય નીરજ ચોપરાને ચુરમું ખવડાવ્યું, સિંધુને મળી આઈસ્ક્રીમ

પીએમ મોદીએ ગોલ્ડન બોય નીરજ ચોપરાને ચુરમું ખવડાવ્યું, સિંધુને મળી આઈસ્ક્રીમ

તસવીર- @narendramodi_in

નીરજ ચોપડાએ (Neeraj Chopra) એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ પીવી સિંધુ(PV Sindhu) બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા ભારતીય ખેલાડી નીરજ ચોપરા(Neeraj Chopra)ને તેમનો મનપસંદ ચુરમું ખવડાવ્યું હતું.જ્યારે ટોક્યોમાં, બ્રોન્ઝ મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ(PV Sindhuને આઈસ્ક્રીમ પાર્ટી આપવામાં આવી હતી. સિંધુ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

પીએમ મોદીએ ઓલિમ્પિકમાં જીતનાર ખેલાડીઓની મુલાકાત લીધી 

પીએમ મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. હકીકતમાં, 15 મી ઓગસ્ટે ભારતના 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર, આ તમામ ખેલાડીઓએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તે પછી પીએમ મોદી 16 ઓગસ્ટના રોજ તમામ ખેલાડીઓને નાસ્તા માટે મળ્યા હતા.



પીએમ મોદીએ નીરજ ચોપડાને ચૂપમું અને સિંધૂને ખવડાવી આઈસ્ક્રીમ 

આ પ્રસંગે પીએમે એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતનાર નીરજ ચોપરાને ચૂરમું ખવડાવ્યું હતું. તે જ સમયે, તેણે સિંધુને આપેલું વચન પૂર્ણ કર્યું અને તેની સાથે આઈસ્ક્રીમ ખાધો. હકીકતમાં, ઓલિમ્પિકમાં જતા પહેલા પીએમએ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સિંધુને વચન આપ્યું હતું કે જ્યારે તે મેડલ લઈને પરત આવશે ત્યારે તે તેને આઈસ્ક્રીમ ખવડાવશે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન પર તાલિબાની શાસને BCCIની ચિંતા કેવી રીતે વધારી? જાણવા માટે ક્લિક કરો

41 વર્ષ બાદ હોકીમાં પણ ભારતે જીત્યો મેડલ

આ પ્રસંગે 41 વર્ષ સુધી રાહ જોયા બાદ હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય પુરુષ ટીમે પીએમને ઓટોગ્રાફવાળી હોકી સ્ટિક પણ આપી હતી. પીએમ મોદીએ કાર્યક્રમમાં કુસ્તીમાં વિનેશ ફોગાટ, સોનમ મલિક, દીપક પૂનિયા, સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા, બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા, સિલ્વર વિજેતા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ, બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર લવલીના બોરેગોહન સાથે પણ ઘણો સમય પસાર કર્યો.
First published:

Tags: Neeraj Chopra, PV Sindhu, Tokyo Olympics 2020, નરેન્દ્ર મોદી

विज्ञापन