આ મેચમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે જઈ શકે છે પીએમ મોદી!

News18 Gujarati
Updated: October 17, 2019, 4:32 PM IST
આ મેચમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે જઈ શકે છે પીએમ મોદી!
આ મેચમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે જઈ શકે છે પીએમ મોદી!

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 અને ટેસ્ટ શ્રેણી આગામી મહિને શરુ થશે.

  • Share this:
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પછી ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ (India vs Bangladesh)સામે ટકરાશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટી-20 અને ટેસ્ટ શ્રેણી રમશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ શ્રેણીની એક ટેસ્ટ મેચમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)પણ ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે પહોંચી શકે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને 22 થી 26 નવેમ્બર સુધી કોલકાતામાં બંને દેશો વચ્ચે રમાનાર ટેસ્ટ મેચમાં સામેલ થવાનું નિમંત્રણ પાઠવ્યું છે.

ક્રિકેટ ઍસોસિયેશન ઓફ બંગાળે (CAB) પીએમ નરેન્દ્ર મોદી અને શેખ હસીનાને ઐતિહાસિક અવસર પર એકસાથે આવવાનું આમંત્રણ મોકલ્યું છે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત કોલકાતામાં ટેસ્ટ મેચ રમશે. જોકે એ વાતની પૃષ્ટી હજુ બાકી છે કે બંને પ્રધાનમંત્રી મેચમાં આવશે કે નહીં.

આ પણ વાંચો - સૌરવ ગાંગુલી પાસે ન હતો આ સવાલનો જવાબ, કહ્યું - પીએમ મોદીને પુછો

ક્રિકેટ ઍસોસિયેશન ઓફ બંગાળ આ પહેલા પણ ઘણી મોટી હસ્તીઓને સ્ટેડિયમમાં આવવાનું આમંત્રણ મોકલી ચૂક્યું છે. પાકિસ્તાન સામે 2016માં ટી-20 વર્લ્ડ કપની મેચમાં સીએબીએ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને આમંત્રણ મોકલ્યું હતું અને તે હાજર પણ રહ્યા હતા. પાકિસ્તાનના વર્તમાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ આ મુકાબલો જોવા હાજર રહ્યા હતા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 અને ટેસ્ટ શ્રેણી આગામી મહિને શરુ થશે. બાંગ્લાદેશ ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ માટે આગામી મહિને ભારતનો પ્રવાસ કરશે. ટી-20 શ્રેણી 3 નવેમ્બરથી શરુ થશે. આ પછી પ્રથમ ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી ઇન્દોરમાં અને બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી કોલકાતામાં રમાશે.
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading