વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજાગ્રસ્ત શિખર ધવન અંગે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે તમે ટૂંક સમયમાં જ સારા થાવ તેવી પ્રાર્થના, મેદાન પર તમારી કમી અનુભવાશે તેમાં કોઇ શંકા જ નથી, હું આશા રાખું છું કે તમે ઝડપથી સ્વસ્થ થઇને મેદાન પર પરત ફરશો અને દેશની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો.
અંગુઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. હવે તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધવને સોશિયલ મીડિયા પર ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે દેશવાસી અને ટીમના સભ્યોનો આભાર માન્યો હતો, આ વીડિયોને રી-ટ્વીટ કરી વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી હતી.
Dear @SDhawan25, no doubt the pitch will miss you but I hope you recover at the earliest so that you can once again be back on the field and contribute to more wins for the nation. https://t.co/SNFccgeXAo
મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે પણ ધવનના વર્લ્ડ કપથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી, સચિને ઋષભ પંત માટે કહ્યું કે પોતાની જાતને સાબિત કરવાની આ સુંદર તક છે, સાથે આશા વ્યક્ત કરી કે ધવન જગ્યાએ ઋષભ પંત સારી બેટિંગ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર