નવી દિલ્હી : 100 વર્ષમાં જે બન્યું ન હતું તે ભારતના સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra wins Gold) કરી બતાવ્યું છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકની(Tokyo Olympics)જ્વેલિન થ્રો ઇવેન્ટમાં (Neeraj chopra javelin thrower)ગોલ્ડ જીત્યો છે. નીરજની આ ઐતિહાસિક સિદ્ધિ પર દેશ ખુશીથી ઝુમી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોલ્ડ જીતવા પર નીરજ ચોપડાને (Neeraj chopra)અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે ટોક્યોમાં આજે ઇતિહાસ રચાયો છે. નીરેજે જે મેળવ્યું તે હંમેશા યાદ રાખવામાં આવશે. યુવા નીરજે ઘણી શાનદાર રમત બતાવી. તેણે પૂરો જોશ અને ઝનૂન સાથે પ્રદર્શન કર્યું. તેણે અદ્વીતિય ધૈર્ય બતાવ્યું.
નીરજ ચોપડાની આ સફળતા પર તેને ક્રિકેટ સ્ટાર તરફથી પણ ઘણા અભિનંદન મળી રહ્યા છે. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, વસીમ જાફર, હાર્દિક પંડ્યા, ગૌતમ ગંભીર, જેવા મોટા ક્રિકેટરોએ નીરજને આ જીત બદલ અભિનંદન આપી રહ્યા છે. સચિને તેંડુલકરે કહ્યું કે નીરજે જ્વેલિનને પહોંચાડી સૂરજ સુધી.
જ્વેલિન થ્રો ફાઇનલમાં કોઇપણ એથ્લેટ નીરજ ચોપડાની આસપાસ પણ પહોંચી શક્યું ન હતું. નીરજ ચોપડા એકમાત્ર ખેલાડી છે જેનો થ્રો 87 મીટરથી ઉપર રહ્યો હતો. ચેર રિપબ્લિકનો જાકુબ વેડેલીચ 86.67 મીટર સાથે બીજા અને વિતેસ્લાવ વેસલી 85.44 મીટરની દૂરી સાથે ત્રીજા નંબરે રહ્યો હતો.
ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ
નીરજ ચોપડા ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો બીજો ખેલાડી છે. આ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ બીજિંગ ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપડાએ આ સિદ્ધિ મેળવી છે. નીરજ ચોપડાએ ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક્સ મેડલ જીતવાનો 100 વર્ષથી પણ વધારે સમયનો ઇન્તજાર ખતમ કર્યો છે. નીરજે ગોલ્ડ મેડલ જીત્યા પછી તિરંગો લઇને આખા મેદાનમાં ચક્કર લગાવ્યા હતા.
નીરજને ઓલિમ્પિકમાં પહેલા જ ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો અને આ અપેક્ષા ઉપર ખરો પણ ઉતર્યો છે. ભારતે પ્રથમ વખથ એન્ટવર્પ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો પણ રિયો 2016 સુધી કોઇ એથ્લેટ મેડલ જીતી શક્યો ન હતો. દિગ્ગજ મિલ્ખા સિંહ 1960માં અને પીટી ઉષા 1984માં સહેજ અંતરથી ચૂકી ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર