Home /News /sport /શ્રીલંકન ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં કરી રહ્યાં હતા ઉલ્ટીઓ, શ્રીલંકન કોચે કહ્યું કંઈક આવું

શ્રીલંકન ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં કરી રહ્યાં હતા ઉલ્ટીઓ, શ્રીલંકન કોચે કહ્યું કંઈક આવું

શ્રીલંકન ટીમના મુખ્ય કોચ નિક પોથાસે દિલ્હીના પ્રદૂષણને અસામાન્ય પરિસ્થિતિ બતાવીને રવિવારે કહ્યું કે, તેમના કેટલાક ખેલાડીઓ ઉલ્ટી કરી રહ્યાં હતા અને ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓની સુરક્ષાને લઈને કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી.


બોલર્સ કરી રહ્યાં હતા ઉલ્ટી


પોથાસે ભારત વિરૂદ્ધ ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસની રમત બાદ બીજા સેશનમાં પ્રદૂષણને લઈને શ્રીલંકન ખેલાડીઓની ફરિયાદને યોગ્ય ગણાવીને કહ્યું, " શ્રીલંકન કોચે જણાવ્યું કે, તેમને તેમના કરિયરમાં પહેલી વાર આવી સ્થિતિનો સામનો કર્યો છે, જ્યારે ખેલાડીઓને પ્રદૂષણથી બે-ચાર થવું પડ્યું. તેમને કહ્યું કે, દિલ્હી ખતરનાક દિલ્હીના ખતરનાક પ્રદૂષણ વિશે દુનિયામાં બધા જ જાણે છે કે મેચ રમવા માટે સામાન્ય સ્થિતિ નહતી. અમારા ખેલાડી આમ તો ફિટ છે પરંતુ આવી પરિસ્થિતિમાં રમવું ખુબ જ મુશ્કેલીભર્યુ હતું."


ત્રીજા દિવસની રમત કેવી રીતે શ્રીલંકન ટીમ રમશે તે પ્રશ્ન પર પોથાસે કહ્યું કે, કાલની સ્થિતિ વિશે મેચ રેફરી જોશે આજે મેદાનના એમ્પાયરો અને મેચ રેફરીએ અસામાન્ય સ્થિતિને સારી રીતે સંભાળી લીધી હતી. આ અસામાન્ય સ્થિતિમાં કોઈપણ નિર્ણય કરવો આઈસીસીના હાથમાં છે.

First published:

Tags: India Vs SL, Team india

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन