IPL 2021 RCB vs SRH: આરસીબી 7 વર્ષ બાદ શરૂઆતની બંન્ને મેચ જીતી, હૈદરાબાદને 6 રને આપી માત

IPL 2021 RCB vs SRH: આરસીબી 7 વર્ષ બાદ શરૂઆતની બંન્ને મેચ જીતી, હૈદરાબાદને 6 રને આપી માત

  • Share this:
    નવી દિલ્લી: સનરાઇઝર્સ હૈદરાબાદની ચેન્નાઇ સ્ટડિયમમાં સતત પાંચમી હાર થઇ છે. રોયલ ચેલેન્જર બેંગલોરે આઇપીએલમાં સતત બીજી મેચમાં જીત મેળવી છે આ સાથે જ હૈદરાબાદની 6 રને હાર થઇ છે. મેચમાં આરસીબીએ પહેલા બેંટીગ કરતા 8 વિકેટ ગુમાવી 149 રન કર્યા હતા જવાબમાં હૈદરાબાદની ટીમ 9 વિકેટ ગુમાવીને 143 રન કરવામાં સફળ રહી હતી. અને તેની સતત બીજી હાર થઇ છે. પહેલી મેચમાં કેકેઆર સામે હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ આરસીબીની આ સતત બીજી જીત સાથે પોઇન્ટ ટેબલ પર પ્રથમ નંબર પર પહોંચી ગયું છે. આરસીબીની ટીમે સાત વર્ષ બાદ પ્રથમ બંન્ને મેચમાં જીત મેળવી છે. પહેલી મેચમાં આરસીબીએ મુંબઇને 10 રને હરાવ્યું હતું.

    લક્ષ્યનો પીછો કરવા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. રીદ્ધિમાન સાહા (1) ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો. પ્રથમ વિકેટ 13 રને પડ્યા બાદ કેપ્ટન ડેવિડ વોર્નર (54 ) અને મનીષ પાંડે (38) એ બીજી વિકેટ માટે 83 રન જોડ્યા અને ટીમને સારી સ્થિતિમાં લાવી. વોર્નરની આ 49 મી અડધી સદી છે. આરસીબી સામે, તેણે 9 મી વખત 50 થી વધુ રન બનાવ્યા. વોર્નરે 37 બોલનો સામનો કર્યો જેમાં ચેણે 7 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારીને 54 રન કર્યા હતા.



    શાહબાઝ 17 મી ઓવરમાં ત્રણ વિકેટ લીધી

    હૈદરાબાદનો સ્કોર એક સમયે 16 ઓવરમાં બે વિકેટે 115 રન હતો. છેલ્લી 4 ઓવરમાં ટીમે જીતવા માટે 35 રન બનાવાના હતા અને 8 વિકેટ બાકી હતી. 17 મી ઓવરના પહેલા બે બોલ પર ડાબોડી સ્પિનર ​​શાહબાઝ અહેમદે જોની બેરસ્ટો (12) અને મનીષ પાંડેને આઉટ કર્યો. તે જ ઓવરના અંતિમ બોલ પર તેણે અબ્દુલ સમાદ (0) ને આઉટ કરીને ટીમને શાનદાર વાપસી કરી હતી. આ ઓવરમાં માત્ર 1 રન. 18 મી ઓવરમાં ફક્ત 7 રન થયા હતા અને એક વિકેટ પડી હતી. ટીમે બે ઓવરમાં 4 વિકેટ બાકી રહીને 27 રન બનાવ્યા હતા. 19 મી ઓવરમાં સિરાજે 11 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં 16 રન બાકી હતા અને હૈદરાબાદની 3 વિકેટ પડી હતી. હર્ષલ પટેલના પહેલા બે બોલ પર બે રન બનાવ્યા હતા. ત્રીજો બોલ નો બોલ હતો અને તેણે એક ચોગ્ગા પણ મેળવ્યો હતો. આ રીતે, 4 બોલમાં 8 રન બનાવવાના હતા. આ બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ચોથા બોલ પર રાશિદ (18) રન આઉટ થયો હતો. નદીમ (0) પાંચમા બોલ પર આઉટ થયો હતો. આ રીતે 1 બોલથી 8 રનની જરૂર હતી. છેલ્લા બોલ પર માત્ર એક રન બનાવ્યો. બેંગ્લોર તરફથી શાહબાજે ત્રણ વિકેટ લીધી હતી જ્યારે સિરાજ અને હર્ષલે બે-બે વિકેટ લીધી હતી.

    મેક્સવેલ 5 વર્ષ પછી અડધી સદી ફટકારી છે

    ગ્લેન મેક્સવેલના 59 રનની મદદથી આરસીબીએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. પ્રથમ મેચ રમતા દેવદત્ત પદિકલ (11) અને શાહબાઝ અહેમદ (14) મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા. ટીમે સતત વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મેક્સવેલ સ્કોરને 150 રનની નજીક લાવવા માટે એક છેડેથી વિકેટ ટકાવી રાખી હતી. મેક્સવેલે 41 બોલનો સામનો કર્યો. 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. મેક્સવેલની આ આઈપીએલની 7મી અર્ધસદી છે. તેણે 5 વર્ષ અને 40 ઇનિંગ્સ બાદ અડધી સદી ફટકારી હતી.

    જેસન હોલ્ડરે ત્રણ અને રશીદ ખાને બે વિકેટ લીધી હતી

    હૈદરાબાદના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. ઝડપી બોલર જેસન હોલ્ડરે સીઝનની પહેલી મેચ રમીને 30 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. લેગ સ્પિનર ​​રાશિદ ખાન ફરી એકવાર કંજુસ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 18 રન બનાવ્યા અને બે વિકેટ ઝડપી હતી. તેણે ડી વિલિયર્સની મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી. ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને શાહબાઝ નદીમે એક-એક વિકેટ લીધી હતી. હૈદરાબાદ ટીમમાં બે ફેરફાર કર્યા. સંસનદ શર્મા અને મોહમ્મદ નબીની જગ્યાએ જેસન હોલ્ડર અને શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન મળ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:April 15, 2021, 00:22 IST