Home /News /sport /

PKL 2021: પ્રો કબડ્ડીની હરાજીમાં વેચાયેલા ટોપ 10 ખેલાડીઓ, સૌથી મોંઘો ખેલાડી 1.65 કરોડનો

PKL 2021: પ્રો કબડ્ડીની હરાજીમાં વેચાયેલા ટોપ 10 ખેલાડીઓ, સૌથી મોંઘો ખેલાડી 1.65 કરોડનો

Pro Kabaddi 2021 : પ્રો કબડ્ડીમાં પસંદ થયેલા ખેલાડીઓની યાદી જુઓ સૌથી મોંઘો ખેલાડી

Pro Kabaddi 2021 : પ્રો કબડ્ડી લીગ (PKL 2021 Season 8)ની આઠમી સિઝનની હરાજી 29-31 ઓગસ્ટ દરમિયાન મુંબઈમાં યોજાઈ હતી. કોરોના વાયરસ મહામારી કારણે ગયા વર્ષે ન યોજાયેલી આ લીગ 22 ડિસેમ્બર 2021થી શરૂ થવાની છે.જાણો આ સિઝનમાં વેચાયેલા મોંઘા ખેલાડીઓની યાદી

વધુ જુઓ ...
    PKL 2021 :  પ્રો કબડ્ડી લીગ (PKL 2021 Season 8)ની આઠમી સિઝનની હરાજી 29-31 ઓગસ્ટ દરમિયાન મુંબઈમાં યોજાઈ હતી. કોરોના વાયરસ મહામારી કારણે ગયા વર્ષે ન યોજાયેલી આ લીગ 22 ડિસેમ્બર 2021થી શરૂ થવાની છે. પ્રો કબડ્ડી (Pro Kabaddi League 201 Teams)  લીગમાં બંગાળ વોરિયર્સ, બેંગલુરુ બુલ્સ, દબંગ દિલ્હી કેસી, ગુજરાત જાયન્ટ્સ, હરિયાણા સ્ટીલર્સ, જયપુર પિંક પેન્થર્સ, પટના પાઇરેટ્સ, પુનેરી પલટન, તમિલ થલાઇવાઝ, તેલુગુ ટાઇટન્સ, યુ મુમ્બા અને યુપી યોધ્ધા સહિત 12 ટીમો ભાગ લેશે.

    પ્રો કબડ્ડી લીગની આઠમી સિઝન માટે ઓગસ્ટમાં થયેલી હરાજીમાં પરદીપ નરવાલ પ્રો કબડ્ડી ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. યુપી યોધ્ધા (UP Yoddha)એ તેને 1.65 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે સિદ્ધાર્થ દેસાઈને તેલુગુ ટાઇટન્સે 1.30 કરોડ રૂપિયામાં મેળવ્યો હતા. બીજી તરફ રાહુલ ચૌધરીને પુનેરી પલટને 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

    20 લાખથી 6 લાખ હતી બેઝ પ્રાઇઝ

    વિદેશી ખેલાડીની હરાજી દરમિયાન કુલ 22 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું વેચાણ થયું હતું. એકંદરે બધા ખેલાડીઓ માટે હરાજીને અલગ અલગ બેઝ પ્રાઈઝના આધારે ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. A કેટેગરીમાં રૂ. 30 લાખ, B કેટેગરીમાં રૂ. 20 લાખ, C કેટેગરીમાં રૂ. 10 લાખ અને D કેટેગરીમાં રૂ. 6 લાખ બેઝ પ્રાઈઝ નક્કી કરાઈ હતી.

    ફ્રેન્ચાઇઝીઓ માટે ઉપલબ્ધ પર્સ

    દરેક ફ્રેન્ચાઇઝી પાસે ટીમો પર ખર્ચ કરવા માટે 4.4 કરોડ રૂપિયાનું પર્સ છે. જેમાં મહત્તમ બે ફાઇનલ બિડ મેચ કાર્ડ ઉપલબ્ધ છે.

    સૌથી વધુ કિંમત મેળવનાર ટોપ 10 ભારતના ખેલાડીઓ

    આ યાદીમાં પરદીપ નરવાલ પ્રથમ ક્રમે છે. તેને યુપી યોધ્ધાએ રૂ.1.65 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈઝ રૂ.30 લાખ હતી. બીજા ક્રમે સિદ્ધાર્થ દેસાઈ છે. જેનો બેઝ પ્રાઈઝ રૂ.30 લાખ હતી. જ્યારે તેલુગુ ટાઈટન્સે તેને રૂ. 1.30 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ અનુક્રમે જયપુર પિંક પેંથરે ખરીદેલ અર્જુન દેશવાલ (રૂ. 96 લાખ), તમિલ થલાઇવાઝે ખરીદેલ મનજીત (રૂ. 92 લાખ)

    આ પણ વાંચો :  Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

    પટના પાઇરેટ્સનો સચિન (રૂ. 84 લાખ), હરિયાણા સ્ટીલર્સનો રોહિત (રૂ. 83 લાખ) બેંગ્લોર બુલ્સનો ચંદ્રન રણજિત (રૂ. 80 લાખ), તમિલ થલાઇવાઝનો સુરજીત સિંહ (રૂ. 75) લાખ, ગુજરાત જાયન્ટસનો રવિન્દ્ર પહલ (રૂ. 74 લાખ) અને યુપી યોધ્ધાનો શ્રીત જાધવ (રૂ. 72 લાખ)નો સમાવેશ થાય છે.

    સૌથી વધુ કિંમત મેળવનાર ટોપ 10 વિદેશી ખેલાડીઓ

    આ યાદીમાં પ્રથમ ક્રમે મોહમ્મદરેઝા શાડલુઈ ચિઆનેહનો સમાવેશ થાય છે. તેને પટના પાઇરેટ્સે રૂ. 31 લાખમાં લીધો છે. અબોઝર મોહજેર મિઘાનીને બંગાળ વોરિયર્સએ રૂ. 30.50 લાખમાં ખરીદ્યો હતો. ત્યારબાદ આ યાદીમાં અનુક્રમે પટના પાઇરેટ્સના જંગ કુન લી (રૂ. 20.50 લાખ),ગુજરાત જાયન્ટ્સના હાદી ઓશ્તોરાક (રૂ. 20 લાખ)નો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો :  IPL 2022 Retention : ધોની-કોહલી કરતા પણ વધુ કિંમતે રિટેન થયા આ ખેલાડી, જાડેજાના સોટ્ટા

    અન્ય ટીમોની ખરીદી

    હરિયાણા સ્ટીલર્સનો મોહમ્મદ એસ્માઇલ મઘસોડલુ (રૂ. 13.20 લાખ), યુ મુમ્બાનો મોહસેન મઘસૌદુલૌ જાફરી (રૂ.12.80 લાખ), બેંગલુરુ બુલ્સનો ઝિયાઉર રહેમાન (રૂ. 12.50 લાખ),બેંગલુરુ બુલ્સનો ડોંગ જીઓન લી (રૂ. 12.50 લાખ), હરિયાણા સ્ટીલર્સનો હામિદ મિર્ઝાઈ નાદેર (રૂ. 12.10) અને યુપી યોધાના મોહમ્મદ તાગી પાયેન મહાલી (રૂ. 12 લાખ)નો સમાવેશ થાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Kabbadi Palayer, Pkl 2021, Pro Kabaddi, Pro kabaddi league, Sports News in Gujarati

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन