Home /News /sport /

ચેતન સાકરિયા બાદ પિયૂષ ચાવલાના પિતાનું પણ કોરાનાથી નિધન, MIએ આપી શ્રદ્ધાંજલિ

ચેતન સાકરિયા બાદ પિયૂષ ચાવલાના પિતાનું પણ કોરાનાથી નિધન, MIએ આપી શ્રદ્ધાંજલિ

    નવી દિલ્લી: ભારતીય લેગ સ્પિનર પિયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમારનું આજે સવારે કોરોનાથી નિઘન થયું છે. તેમની આઇપીએલ ટીમ મુંબઇ ઈન્ડિયન્સે ટ્વિટ કરીને માહિતી આપી હતી. પીયૂષ ચાવલાને આઇપીએલ 2021ના ઓક્શનમાં મુંબઇ ઈન્ડિયન્સની ટીમે 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે આઈપીએલ રદ થયાના પહેલા રમાયેલી સાત મેચોમાં તેને કોઈ પણ મેચમાં રમવાનો મૌકો મળ્યો નથી. તેના સ્થાને મુંબઇની ટીમે રાહુલ ચહરને મૌકો આપ્યો હતો.

    આ પહેલા પીયૂષ ચાવલા કોલકત્તા નાઇટ રાઈડર્સની ટીમમાં રમતો હતો. 2014ની આઇપીએલ ટ્રોફી જીતનારી કોલકત્તાની ટીમનો તે ભાગ રહી ચૂક્યો છે. જ્યારે 2019ની આઇપીએલ બાદ તેને કોલકત્તાએ રીલીઝ કર્યો હતો અને ચેન્નાઈની ટીમે તેને 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 13મી સીઝનમાં 7 મેચોમાં 6 વિકેટ લીધી હતી.

    મુંબઈ ઈન્ડિયન્સની ટીમે લખ્યું કે. અમે તમારા પરિવારની આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી સાથે છે. તમે મજબૂત રહેજો. પીયૂષે ઈન્સ્ટાગ્રામ પર પિતાના નિધન પર દૂખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તમારા વિના જીંદગી ફરી પહેલા જેવી નહી રહે. આજે મે મારી શક્તિ ગુમાવી છે.





    મહત્વનું છે કે, રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતાનું એક દિવસ પહેલા કોવિડ -19 ચેપને કારણે અવસાન થયું હતું. ચેતનના પિતા થોડા દિવસોથી કોરોના સામે યુદ્ધ લડી રહ્યા હતા. આઈપીએલ 2021ના ​​મુલતવી પછી, ચેતન ગુજરાતના ભાવનગર પહોંચ્યો હતો, જ્યાં તેમના પિતાની સારવાર ચાલી રહી હતી. આ ફાસ્ટ બોલરે આઈપીએલની આ સિઝનમાં તેના પિતાની સારવારમાં મળેલા પૈસાનો ઉપયોગ કર્યો હતો. જોકે તેના પિતા બચી શક્યા નહોતા.

    રાજસ્થાનએ આ ખેલાડીને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આ સીઝનમાં 7 મેચોમાં 7 વિકેટ ઝડપી હતી, જેમાં એમએસ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલની વિકેટનો સમાવેશ છે. સકરીયાના પરિવારની વાત કરીએ તો તેના પિતા એક સમયે ટેમ્પો ચલાવતા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Chetan Sakariya, Indian cricket news, Piyush chawala

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन