Home /News /sport /Pakistan vs Australia: પાકિસ્તાનના પ્રવાસને લઇ ઓસ્ટ્રેલિયાએ મૂકી ખાસ શરત, PCBએ કહ્યુ- આવું શક્ય જ નથી

Pakistan vs Australia: પાકિસ્તાનના પ્રવાસને લઇ ઓસ્ટ્રેલિયાએ મૂકી ખાસ શરત, PCBએ કહ્યુ- આવું શક્ય જ નથી

ઓસ્ટ્રેલિયાની ટીમ 1998થી પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી. (તસવીર-AP)

આ વર્ષે માર્ચ-એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પાકિસ્તાન (Pakistan vs Australia)નો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસમાં 3 ટેસ્ટ, 3 વન-ડે અને એક ટી-20 મેચ રમવાની છે.

આ વર્ષે માર્ચ-એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પાકિસ્તાન (Pakistan vs Australia)નો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસમાં 3 ટેસ્ટ, 3 વન-ડે અને એક ટી-20 મેચ રમવાની છે. જણાવી દઇએ કે, કાંગારૂ ટીમ ((Cricket Australia)) વર્ષ 1998થી પાકિસ્તાન ગઈ નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે આ પ્રવાસ ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દરમિયાન ખબર સામે આવી છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સિરીઝની ત્રણેય ટેસ્ટ એક જ સ્થળે યોજવાના પક્ષમાં છે. જોકે પીસીબી આ માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં પ્રવાસને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરાચી, રાવલપિંડી અને લાહોરમાં 3થી 25 માર્ચ દરમિયાન ટેસ્ટ મેચો યોજાવાની છે. ત્યાં જ લાહોરમાં 29 માર્ચથી 5 એપ્રિલ સુધી મર્યાદિત ઓવરોની સિરીઝની મેચો યોજાવાની છે.

સિડની મોર્નિંગ હેરાલ્ડની ખબર અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇચ્છે છે કે ટેસ્ટ શ્રેણીની તમામ મેચો એક જ જગ્યાએ યોજાય. તેમણે સલામતી અને સ્વાસ્થ્યના કારણોસર આમ કરવાનું કહ્યું છે. ગત વર્ષે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની બંને ટીમોએ સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. જોકે શ્રેણીની તમામ મેચો બાયો બબલમાં રમવાની છે. પાકિસ્તાન સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે ઘરઆંગણે 5 મેચની ટી-20 સીરીઝ પણ રમવાની છે.

આ પણ વાંચો: Cheteshwar Pujara: આજે પૂજારાનો જન્મદિવસ, ટેસ્ટમાં રમી છે આ શાનદાર ઈનિંગ્સ

આવી કોઇ ચર્ચા થઇ રહી નથી

આ દરમિયાન પાકિસ્તાની ન્યૂઝ એજન્સી ડૉનના સમાચાર મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણેય ટેસ્ટ એક જ સ્થળે યોજવા અંગેની કોઈપણ ચર્ચાને નકારી કાઢી છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન બોર્ડ સાથે આવી કોઈ વાતચીત ચાલી રહી નથી. એક જ સ્થળે આંતરરાષ્ટ્રીય મેચો 19 દિવસ સુધી આયોજિત કરી શકાય તેમ નથી. ત્યાં જ તેમણે કહ્યું કે ત્રણેય સ્થળોએ આરોગ્ય અને સલામતી માટે નક્કર તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો: PKL : જયપુરના પેન્થર્સ પર ભારે પડ્યા બંગાળના વોરિયર્સ, દિલ્હીની દબંગાઈ સામે પલનટ ભારે પડી

છેલ્લા બે દાયકાની વાત કરીએ તો પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર UAE, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં જ ટક્કર થઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સીએના સીઈઓ નિક હૉકલીએ કહ્યું હતું કે કોવિડ-19 પછી પણ દ્વિપક્ષીય શ્રેણી શિડ્યૂલ પ્રમાણે જ રમાશે.
First published:

Tags: Australia, Cricket Australia, Cricket News Gujarati, Pakistan vs Australia

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો