પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિકી આર્થરના કરારને આગળ નહીં વધારવાનો મોટો નિર્ણય કર્યો છે. આર્થર સિવાય બોલિંગ કોચ અઝહર મહમુદ, બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર, સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ ગ્રાન્ટ લૂડનનો પણ કરાર રિન્યૂ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્લ્ડ કપ પૂરો થયા પછી મિકી આર્થર સહિત આખા સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો અને બધાનો કરાર વધે તેવી આશા હતી પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) તેમને ઝટકો આપતા કરાર ન વધારવાનો નિર્ણય કર્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન પછી મિકી આર્થરને તેમના પદ પરથી હટાવવાની માંગણી ઉઠી હતી.
પાકિસ્તાનના દિગ્ગજોનું પણ માનવું હતું કે આર્થરે પાકિસ્તાન ક્રિકેટમાં ખાસ યોગદાન આપ્યું નથી. દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરે એટલા સુધી કહ્યું હતું કે ટીમને આગળ લઈ જવા માટે બાકી લોકોને પણ તક મળવી જોઈએ. જે પછી સ્વિંગના સુલતાન વસીમ અકરમનું નામ પાકિસ્તાની ટીમના કોચના રુપમાં સામે આવ્યું હતું. જોકે અકરમનું માનવું છે કે આર્થરને હજુ એક તક આપવી જોઈએ.
કાદિરે લગાવ્યો હતો પક્ષપાતનો આરોપ
કાદિરે મિકી આર્થર ઉપર આરોપ લગાવ્યો હતો કે તેણે સોહેલ ખાન, કામરાન અકમલ, ઉમર અકમલ, અહમદ શહઝાદ, ઇમરાન સહિત કેટલાક ખેલાડીઓ પ્રત્યે પક્ષપાત કરીને નુકસાન પહોંચાડ્યું છે. જે પોતાના અનુભવથી પાકિસ્તાન માટે ઘણું કરી શકતા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર