Home /News /sport /પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફે BCCIને ફરીથી ધમકી આપી, કહ્યું- ‘એશિયા કપ પાકિસ્તાનની બહાર થયો તો...’
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફે BCCIને ફરીથી ધમકી આપી, કહ્યું- ‘એશિયા કપ પાકિસ્તાનની બહાર થયો તો...’
PCB ચીફે BCCIને આપી ધમકી
Cricket News: રમીઝે કહ્યું, જુઓ એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં કેમ ન થઈ શકે, તે અમારો અધિકાર છે. એવું લાગે છે કે તમે એવી વસ્તુ વિશે વાત કરી રહ્યા છો જે અમને નથી મળ્યું અને અમે તેને મેળવવા માટે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.
નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજા છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. BCCIને એશિયા કપ રમવા માટે પાકિસ્તાન આવવા અંગે તેઓ સતત નિવેદનો આપી રહ્યા છે. હવે તેમણે વધુ એક ધમકીભર્યું નિવેદન આપ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં મેચ નહીં રમે તેવો સ્પષ્ટ અભિપ્રાય BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ આપી ચૂક્યા છે. જ્યારથી પોતાનું નિવેદન આપ્યું છે ત્યારથી રમીઝે નારાજ થયા છે.
ભારતને એશિયા કપમાં ભાગ લેવાની ધમકી
PCB ચીફ રમીઝ રાજાએ ફરી એકવાર ભારતીય ટીમને પાકિસ્તાન આવીને એશિયા કપમાં ભાગ લેવાની ધમકી આપી છે. શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો અમને કોઈ ફરક પડશે નહીં.
રમીઝે કહ્યું, ‘જુઓ કેમ એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં ન થઈ શકે, તે અમારો અધિકાર છે. એવું લાગે છે કે, તમે એવી વસ્તુ વિશે વાત કરી રહ્યા છો જે અમને મળી જ નથી. અમે તેને મેળવવા માટે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. અમને એશિયા કપની યજમાની મળી છે.
અમે ટૂર્નામેન્ટમાંથી અમારું નામ પાછું ખેંચી લઈશું: રમીઝ
પત્રકારો દ્વારા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાનથી બહાર એશિયા કપ કરાવવાની વાત ચાલી રહી છે. એવું સાંભળવામાં આવ્યું છે કે, શ્રીલંકા અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી ખસી શકે છે. આના પર રમીઝે કહ્યું કે, ‘જુઓ, જો તેઓ નહીં આવવા માગતા તો નહી આવે, જો એશિયા કપનું આયોજન બહારથી કરવામાં આવે છે, તો બની શકે કે, કદાચ અમે આ ટૂર્નામેન્ટમાંથી અમારું નામ પાછું ખેંચી લઈએ."
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર