Pakistan Cricket Board- રમીઝે ખુલાસો કરતા જણાવ્યું કે પીસીબીના (PCB)બજેટનો 50 ટકા ભાગ આઈસીસીમાંથી મળતી મદદમાંથી આવે છે અને આઈસીસીને મોટાભાગનું ફંડ ભારત તરફથી આપવામાં આવે છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ના અધ્યક્ષ રમીઝ રાજાએ (Ramiz raja)કહ્યું છે કે જો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આઈસીસીને (ICC)ફંડિંગ આપવાનું બંધ કરે તો પીસીબી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ શકે છે. રમીઝે ખુલાસો કરતા જણાવ્યું કે પીસીબીના (PCB)બજેટનો 50 ટકા ભાગ આઈસીસીમાંથી મળતી મદદમાંથી આવે છે અને આઈસીસીને મોટાભાગનું ફંડ ભારત તરફથી આપવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું છે કે સમય આવી ગયો છે કે હવે પીસીબીએ આઈસીસી તરફથી મળતા ફંડ પરની પોતાની નિર્ભરતામાં ઘટાડો કરવો જોઈએ અને લોકલ માર્કેટની મદદથી પોતાની જરુરિયાત પૂરી કરવી જોઈએ. ગુરુવારે ઈસ્લામાબાદ આંતર પ્રાંતીય સ્થાયી સમિતિના સેનેટની સામે રમીઝે આ વાત રજૂ કરી હતી.
પીસીબી પ્રમુખે જણાવ્યું હતું કે, આઈસીસી પોલિટીકલ રંગમાં રંગાયલી એક સંસ્થા છે, જે એશિયા અને પશ્ચિમ ભાગોમાં વહેંચાયેલી છે, સાથે જ તેને 90 ટકા ફંડિંગ ભારત તરફથી આપવામાં આવે છે. પીસીબી પોતાના બજેટની 50 ટકા રકમ ICC પાસેથી મેળવે છે. મને ડર છે કે જો ભારત આઈસીસીને ફંડ આપવાનું બંધ કરે છે, તો પીસીબી સંટકમાં મુકાશે અને સમાપ્ત થઈ જશે. પીસીબી આઈસીસીને કોઈ ફંડ આપતું નથી. હું પીસીબીને મજબૂત બનાવવા પ્રયત્નશીલ છું.
વધુમાં તેમણે જણાવ્યું કે આઈસીસી કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જેવી બની ગઈ છે. જો ભવિષ્યમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સિરીઝ રદ થવા જેવી બાબતોનું પુનરાવર્તન અટાકવવું હોય, તો હવે પીસીબીએ પોતાનો પક્ષ રજૂ કરવો પડશે. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ દ્વારા જે કરવામાં આવ્યું તે અયોગ્ય અને અસ્વીકાર્ય છે. તેમની તરફથી હજી સુધી સિરીઝ રદ થવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી અને હવે તે સિરીઝને ફરીથી આયોજીત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની વાતમાં તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે એક અઠવાડિયાની અંદર ન્યૂઝીલેન્ડ શ્રેણીને લઈ સારા સમાચાર સામે આવી શકે છે.
પાકિસ્તાની ખેલાડીઓ માટે તૈયાર છે બ્લેંક ચેક
આગામી ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાશે. રમીઝનું કહેવું છે કે જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભારતને હરાવે છે, તો આ બ્લેંક ચેક તેમને આપવામાં આવશે. પાકિસ્તાનના એક મોટા વેપારી દ્વારા આ દાવો કરવામાં આવ્યો હોવાની વાત રમીઝે કહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર