ચેન્નઈ : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ જોની બેયરસ્ટોની અણનમ અડધી સદી (63) અને ડેવિડ વોર્નરના 37 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-14માં પંજાબ કિંગ્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સ 19.4 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 121 રન બનાવી લીધા હતા.
મેચ લાઇવ અપડેટ્સ -બેયરસ્ટોના 56 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે અણનમ 63 રન
-વિલિયમ્સન 16 રને અણનમ
-ડેવિડ વોર્નર 37 રને આઉટ
-ખલીલ અહમદે 21 રનમાં 3 વિકેેટ ઝડપી
- પંજાબ કિંગ્સ 19.4 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ
આ પણ વાંચો - IPL 2021: રોહિત શર્માએ મેચ બાદ ફેન બોય આવેશ ખાને જર્સી પર આપ્યો ઓટોગ્રાફ-દીપક હુડા 13 રને આઉટ
-ક્રિસ ગેઇલ 15 રને એલબી આઉટ
-પૂરન ખાતું ખોલાયા વિના રન આઉટ
-મયંક 22 રન બનાવી આઉટ
-કેએલ રાહુલ 4 રને આઉટ
- કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો -
હૈદરાબાદની ટીમમાં મુજીબ ઉર રહેમાનના સ્થાને કેન વિલિયમ્સનનો સમાવેશ કરવામાં આવ્યો-
-મનીષ પાંડે પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી.
બંને ટીમો આ પ્રકારે છેસનરાઇઝર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, વિજય શંકર, કેદાર જાધવ, વિરાટ સિંહ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ.
પંજાબ કિંગ્સ - કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, નિકોલસ પૂરન, મોજેસ હેનરિક્સ, દીપક હુડા, શાહરુખ ખાન, ફેબિયન એલન, મોહમ્મદ શમી, એમ અશ્વિન, અર્શદીપ સિંહ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ipl 2021, Sunrisers hyderabad