Home /News /sport /10 બોલમાં 56 રન, પઠાણ બંધુઓએ બોલરોના ગાભા કાઢીને ઈન્ડિયા મહારાજાને અપાવી જીત

10 બોલમાં 56 રન, પઠાણ બંધુઓએ બોલરોના ગાભા કાઢીને ઈન્ડિયા મહારાજાને અપાવી જીત

ઈરફાન-યુસુફે ઈન્ડિયા મહારાજાને અપાવી જીત

Great batting from the Pathan brothers : પઠાણ બ્રધર્સે સાથે મળીને ડેનિયલ વેટોરી, મુથૈયા મુરલીધરન, થિસારા પરેરા જેવા દિગ્ગજ બોલરોની ધોલાઇ કરી નાંખી હતી. પઠાણ બ્રધર્સે તેમની તોફાની ઇનિંગ્સમાં કુલ 10 બાઉન્ડ્રી લગાવી હતી. એટલે કે તેમણે 10 બોલમાં કુલ 56 રન ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની જોડીએ લિજેન્ડ લીગ ક્રિકેટમાં ડેનિયલ વેટોરીથી માંડીને થિસારા પરેરા સુધીના દરેક બોલરોની ખુબ જ ધોલાઇ કરી હતી. પઠાણ બ્રધર્સની તોફાની ઇનિંગ્સના આધારે ભારત મહારાજાએ સ્પેશ્યલ મેચમાં વર્લ્ડ જાયન્ટ્સને માત આપી હતી. કોલકાતામાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા વર્લ્ડ જાયન્ટ્સના દિગ્ગજ બેટ્સમેન સ્ટાર બોલર પંકજ સિંહ સામે ટકી શક્યા ન હતા અને ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 170 રન જ બનાવી શકી હતી.

    પંકજ સિંહની સામે જાયન્ટ્સના ખેલાડી થયા નત:મસ્તક

    જાયન્ટ્સ તરફથી કેવિન ઓ'બ્રાયને સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. તેમણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. બ્રાયન ઉપરાંત દિનેશ રામદીને અણનમ 42 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર પંકજે 26 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગને કારણે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 172 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત મહારાજાની ટીમે પ્રથમ 8 બોલમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

    આ પણ વાંચો- બ્રેટ લીએ 130 કરોડ ભારતીયોને વિરાટ કોહલી અંગે આપ્યો લાગણીભર્યો મેસેજ, જાણો શું કહ્યું

    તન્મય શ્રીવાસ્તવે 39 રનમાં 54 રન બનાવ્યા હતા. તેણે પોતાની શાનદાર ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. 153 રનના સ્કોર પર તન્મયના રૂપમાં ચોથી વિકેટ પડ્યા બાદ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે કોહરામ મચાવ્યો હતો.

    વેટોરી, મુરલીધર સહિત બધા બોલરોની કરી ધોલાઇ

    પઠાણ બ્રધર્સે સાથે મળીને ડેનિયલ વેટોરી, મુથૈયા મુરલીધરન, થિસારા પરેરા જેવા દિગ્ગજ બોલરોની ધોલાઇ કરી નાંખી હતી. પઠાણ બ્રધર્સે તેમની તોફાની ઇનિંગ્સમાં કુલ 10 બાઉન્ડ્રી લગાવી હતી. એટલે કે તેમણે 10 બોલમાં કુલ 56 રન ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. યુસુફે 35 બોલમાં અણનમ 50 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ઇરફાને 9 બોલમાં 20 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેણે 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય પાર્થિવ પટેલે 18, વિરેન્દ્ર સેહવાગે 4 અને મોહમ્મદ કૈફે 11 રન બનાવ્યા હતા. આ લીગની આ એક સ્પેશ્યલ મેચ હતી. શનિવારે પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચે રમાશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Cricket New in Gujarati, Irfan pathan, Sports news, Yusuf pathan

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन