IPL 2018 : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, IPLમાંથી આઉટ થયો દિગ્ગજ ખેલાડી

News18 Gujarati
Updated: April 10, 2018, 6:40 PM IST
IPL 2018 : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, IPLમાંથી આઉટ થયો દિગ્ગજ ખેલાડી

  • Share this:
ચેન્નાઈ સુપર કિંગ્સના વિરૂદ્ધ પહેલી મેચમાં હારનો સામનો કરી ચૂકેલ મુંબઈ ઈન્ડિયન્સને બીજી મેચ માટે મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સૌથી મહત્વપૂર્ણ બોલર્સ માનવામાં આવે છે. પેટ કમિન્સ કમરની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પેટ કમિન્સ વર્તમાન સમયમાં શાનદાર ફોર્મમાં નજરે પડી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટ્રાઈ સિરીઝ દરમિયાન તેમને પોતાની બોલિંગથી બધાને ખુબ જ પ્રભાવિત કર્યા છે.

પેટ કમિન્સ પાછલા વર્ષ દિલ્હી ડેયરડેવિલ્સ માટે રમી ચૂક્યો છે. તે ઉપરાંત તેમને અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં કુલ 18 મેચ રમી છે, જેમાં તેમને 5.39ની શાનદાર ઈકોનોમી રેટથી 23 વિકેટ પોતાના ખાતામાં જમા કરાવી છે. કમિન્સની ગેરહાજરી મુંબઈ ટીમને આવનારી મેચોમાં મુશ્કેલીમાં નાંખી શકે છે. કમિન્સ પીઠ દર્દના કારણે ચેન્નાઈ વિરૂદ્ધ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પણ રમી શક્યો નહતો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ આશા રાખી રહ્યું છે કે, તેઓ ઝડપી ઈજામાંથી બહાર આવીને મેચમાં વાપસી કરશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં આમ તો સારા બોલર્સ હાજર છે, પરંતુ પહેલી મેચ દરમિયાન કોઈપણ બોલર લયમાં નજરે પડ્યો નહતો. ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ જસપ્રીત બૂમરાહે પણ ચેન્નાઈ વિરૂદ્ધ ઢગલાબંધ રન આપ્યા. મુંબઈના કેપ્ટન રોહિત શર્માને પેટ કમિન્સની જગ્યાએ ઝડપી કોઈ નવા બોલર્સની શોધ કરવી પડશે. જણાવી દઈએ કે, મુંબઈની ટીમ આ વર્ષે કેટલાક નવા ખેલાડીઓ સાથે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.
First published: April 10, 2018
વધુ વાંચો
अगली ख़बर