Pat Cummins:ઓસ્ટ્રેલિયાનો નવો ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ, વાઇસ કેપ્ટન તરીકે દિગ્ગજ ખેલાડીની પસંદગી

પેટ કમિન્સ અને સ્ટિવ સ્મીથની ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને વાઇસ કેપ્ટન તરીકે પસંદગી

Pat Cummins Australia Test captain: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે ટીમ પેને રાજીનામું આપ્યા બાદ બોલરની કેપ્ટન પસંદગી

  • Share this:
    Australian Test Team Captain: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સની ટેસ્ટ ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. (Pat Cummins Australia Test captain) ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમ પેન (Tim Paine)એ રાજીનામું ધરી દીધા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પેટ કમિન્સની કેપ્ટન તરીકે અને દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મીથ (Steve Smith)ની વાઇસ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ટીમના 47માં કેપ્ટન તરીકે પેટ્રિક જેમ્સ કમિન્સની જાહેરાત કરી છે.  પેટ કમિન્સ ફાસ્ટ બોલર છે અને તેની સારા બૉલ્ર તરીકે ગણના થાય છે.

    એશિઝ પહેલાં જાહેરાત : આવતા મહિનેથી ઓસ્ટ્રેલિયા અને ઈન્ગલેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની જાહેરા થઈ રહી છે તે પહેલાં પેટ કમિન્સની જાહેરાત કરવામાં આવી છે. કમિન્સ સાથે સ્મીથ પણ લીડરશીપ ગ્રુપમાં આવશે. ક્રિકેટ ચાહકો માટે સ્ટિવ સ્મીથની વાપસી શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

    સ્મિથ પર બેન લાગ્યો હતો

    ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહી ચુકેલા સ્ટિવ સ્મીથ પર બેન લાગ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરોએ સ્મિથને ઉપ-કપ્તાન બનાવવા પર ભાર આપ્યો હતો. આખરે તેની પણ પસંદગી કરી લેવામાં આવી છે. આમ ઓસ્ટ્રેલિયા નવા કેપ્ટન અને વાઇસ કેપ્ટન સાથે ટેસ્ટ ટીમમાં મેદાનમાં ઉતરશે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમના કેપ્ટન બનવાના દાવેદાર છે આ 5 ખેલાડી, ઓક્શન પર સૌની નજર

    શું કહ્યું પેટ કમિન્સે ?

    પેટ કમિન્સે કહ્યું કે 'હું અને સ્ટિવ સાથે કામ કરીશું. સિનિયર ખેલાડીઓ સાથે મળી અને અમે ટીમને નવી ઉંચાઈ પર લઈ જઈશું. મેં ધાર્યુ નહોતું એવી તક મળી છે. હું આ જવાબદારી મળવા બદલ ખૂબ જ કૃતજ્ઞ છું.  આશા રાખીએ છીએ કે ટીમ પેન જેવી આગેવાની અમે કરી શકીશું.'

    આ પણ વાંચો : IND vs SA: રાહુલ દ્રવિડ આ ખેલાડીઓનું નસીબ ચમકાવી શકે છે, આફ્રિકા સામે ડેબ્યૂની શક્યતા

    સ્ટીવ સ્મિથે શું કહ્યું?

    સ્ટીવ સ્મિથે કેપ્ટન બન્યા બાદ જાહેરાત કરી કે હું લીડરશીપમાં પરત ફરી રહ્યો છું અને પેટને કોઈ પણ સ્વરૂપે મદદ કરવા માંગી રહ્યો છું. હું અને પેટ લાંબા સમયથી સાથે રમી રહ્યા છીએ તેથી અમે એકબીજાની સ્ટાઇલથી વાકેફ છીએ. અમે એક ગ્રુપ તરીકે સારું રમવા માંગીએ છીએ. એકબીજાના સારા મિત્રો છીએ અને એશિઝ પહેલાં અમે સકારાત્મક છીએ. આગામી સમયમાં સારા પ્રદર્શનની અપેક્ષા છે'
    Published by:Jay Mishra
    First published: