પાર્થિવ પેટેલે ધોની સ્ટાઇલમાં રન આઉટ કરતાં ઉનડકટ રડવા જેવો થઈ ગયો!

News18 Gujarati
Updated: November 1, 2019, 10:56 AM IST
પાર્થિવ પેટેલે ધોની સ્ટાઇલમાં રન આઉટ કરતાં ઉનડકટ રડવા જેવો થઈ ગયો!
પોતાની જ ભૂલના કારણે પાર્થિવનો શિકાર બન્યો જયદેવ ઉનડકટ, અમ્પાયરનો નિર્ણય જાણી ઉદાસ થઈ ગયો

પોતાની જ ભૂલના કારણે પાર્થિવનો શિકાર બન્યો જયદેવ ઉનડકટ, અમ્પાયરનો નિર્ણય જાણી ઉદાસ થઈ ગયો

  • Share this:
રાંચી : મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ના શહેરમાં રમાઈ રહેલી દેવધર ટ્રૉફી (Deodhar Trophy)ની પહેલી મેચમાં ઈન્ડિયા બી (India B)એ ઈન્ડિયા એ (India A)ને 108 રનોના મોટા અંતરથી હરાવી દીધી. આ મેચમાં ઈન્ડિયા બીની ટીમ ઈન્ડિયા એ પર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય મોરચે ભારે પડી. આ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેને કારણે બધાને ધોનીની યાદ આવી ગઈ. ઈન્ડિયા બીના કેપ્ટન પાર્થિવ પટેલ (Parthiv Patel)એ ઈન્ડિયા એના બેટ્સમેન જયદેવ ઉનડકટ (Jaydev Unadkat)ને ધોનીના અંદાજમાં રન આઉટ કરી દીધો.

બેદરકારીનો શિકાર બન્યો ઉનડકટ

ઈન્ડિયા એની ઇનિંગની 43મી ઓવરમાં જયદેવ ઉનડકટ (Jaydev Unadkat)એ શાહબાજ નદીમના બોલ પર ડિફેન્સ કર્યું. આ દરમિયાન તે ક્રીઝથી થોડો આગળ ચાલ્યો ગયો. બોલ કવરના ફીલ્ડર કેદાર જાધવની પાસે ગયો. આ દરમિયાન જયદેવ ઉનડકટનું ધ્યાન બોલ પર નહોતું અને તે ક્રીઝની બહાર જ હતો. ત્યારે કેદાર જાધવે ઝડપથી બોલ પાર્થિવ પટેલને આપ્યો અને તેણે બોલ હાથમાં આવતાં જ સ્ટમ્પ ઉડાવી દીધી. ત્યારબાદ ઈન્ડિયા બીના ખેલાડી ઉજવણી કરવા લાગ્યા.

વિરોધી ટીમને ઉજવણી કરતી જોઈ જયદેવ ઉનડકટને સમજાયું કે તેની બેદરકારીને કારણે રન આઉટ થઈ ગયો છે. ઉનડકટે ખૂબ ઉદાસી સાથે અમ્પાયરની સામે જોયું અને અમ્પાયરે પણ તેને આઉટ કરાર કર્યો. અમ્પાયરે આઉટ આપતાં ઉનડકટ રડવા જેવો થઈ ગયો હતો. નોંધનીય છે કે, ધોની પોતાની કારકિર્દીમાં અનેકવાર આ પ્રકારે વિરોધી બેટ્સમેનને રન આઉટ અને સ્ટમ્પ કરી ચૂક્યો છે.

ઈન્ડિયા બીની મોટી જીત

મેચની વાત કરીએ તો ઈન્ડિયા બીએ ઈન્ડિયા એ (India A vs India B)ને ખૂબ આરામથી હરાવી દીધી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા બીએ 50 ઓવરમાં 6 વિકેટ પર 302 રન કર્યા. ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 113 અને બાબા અપરાજિતે 101 રનની ઇનિંગ રમી. જવાબમાં ઈન્ડિયા એની ટીમ 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન હનુમા વિહારીએ 59 રન કર્યા, બીજી તરફ ઈશાન કિશન, દેવદત્ત પડ્ડીકલ, અભિમન્યુ ઈસ્વરન, વિષ્ણુ વિનોદ જેવા બેટ્સમેન ફ્લોપ રહ્યા.

આ પણ વાંચો,

શ્રીલંકાના બોલરે સ્મિથને આ રીતે રન આઉટ કર્યો! Video જોઈ હસી પડશો
ભારતના પૂર્વ વિકેટકીપરે કહ્યું - વર્લ્ડ કપમાં પસંદગીકારો અનુષ્કા શર્માની સેવામાં લાગ્યા હતા
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading