ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીથી પહેલા ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર વિકેટકિપર પાર્થિવ પટેલે ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
અસલમાં ધોનીને લઈને ટીપ્પણી કરતાં પાર્થિવ પટેલે કહ્યું કે, જો તે સમયે વિકેટકિપરોએ ખરાબ પ્રદર્શન ના કર્યું હોત તો ધોનીને ટીમ ઈન્ડિયામાં તક મળી નહોત.
આપણે ખરાબ રમ્યા ના હોત તો ધોનીને ભાગ્યે જ તક મળતી
પાર્થિવ પટેલે તે વાત એક શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ સાથે થયેલ ઈન્ટરવ્યુમાં કહ્યું છે. આ ઈન્ટરવ્યુમાં પાર્થિવ પટેલને તે પૂછવામાં આવ્યું કે શું તેઓ પણ માને છે કે, તેઓ ખોટા સમયે ક્રિકેટમાં આવી ગયા?
આના પર પાર્થિવે જવાબ આપ્યો કે, મને લાગતું નથી કે, લોકો આવું સમજતા હોય. પરંતુ હું આને તેવી રીતે જોવું છું કે, જો અમે લોકો ખરાબ ના રમતા તો ધોનીને ટીમ ઈન્ડિયામાં તક મળતી નહી.
પાર્થિવે કહ્યું, અમારી ટીમથી બહાર થવા માટે ધોની નહી અમે પોતે જવાબદાર છીએ. જો અમને મળેલી તકનો ફાયદો અમે સારી રીતે મેળવ્યો હોત તો આજે ધોની ટીમ ઈન્ડિયામાં કદાચ જ હોત.
આ ઈન્ટરવ્યુમાં પાર્થિવે પોતાના સંઘર્ષો વિશે જણાવ્યું જેમાં તેઓ આજે આ સ્થાને પહોંચ્યા છે અને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભ્યાસના દિવસોમાં 12-13 કિલોમીટર સુધી સાઈકલ લઈને શાળાએ જવું અને અભ્યાસમાંથી સમય બચાવીને ક્રિકેટ પર ફોકસ કરવાનું હોતું હતું.
કાર્તિક પણ નિવૃતિનું મન બનાવી ચૂક્યો હતો
એવું પહેલી વખત બન્યું નથી કે, કોઈ ખેલાડીએ મહેન્દ્રસિંહ ધોનીને લઈને કોઈ વિકેટકિપરને આ પ્રતિક્રિયા આપવામાં આવી હોય, આનાથી પહેલા પણ દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, ધોનીના શાનદાર પ્રદર્શનને જોઈને એક વખત તેમને વિચાર્યું હતું કે, ક્રિકેટથી સંન્યાસ લઈ લેશે અથવા વિકેટકિપિંગ છોડી દેશે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર