Home /News /sport /

ટી-20 વર્લ્ડ કપની શરુઆતમાં જ સામે આવી સૌથી ભાવુક તસવીર, જાણો કેમ રડવા લાગ્યો સ્પોર્ટ સ્ટાફ

ટી-20 વર્લ્ડ કપની શરુઆતમાં જ સામે આવી સૌથી ભાવુક તસવીર, જાણો કેમ રડવા લાગ્યો સ્પોર્ટ સ્ટાફ

ભાવુક થયેલા સ્પોર્ટ સ્ટાફની તસવીર

T20 world cup 2021: બંને ટીમોનું રાષ્ટ્રગીત (National anthem) વાગતાં જ ટી-20 વર્લ્ડ કપની સૌથી ભાવુક તસવીર (Emotional image) સામે આવી હતી.

  નવી દિલ્હી: આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup)ની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ મેચમાં ઓમાન અને પાપુઆ નવી ગિની મેદાનમાં ઉતર્યા હતા. ગ્રુપ બી મેચના પ્રથમ રાઉન્ડમાં ઓમાનના કેપ્ટન જીશાન મસૂદે (Captain Zeeshan Masood of Oman) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોનું રાષ્ટ્રગીત (National anthem) વાગતાં જ ટી-20 વર્લ્ડ કપની સૌથી ભાવુક તસવીર સામે આવી હતી. રાષ્ટ્રગીત દરમિયાન પાપુઆ ન્યૂ ગિનીની સ્પોર્ટ સ્ટાફની (Papua New Guinea sport staff) આંખોમાં આંસુ આવી ગયા હતા.

  સ્પોર્ટ સ્ટાફની આંખોમાં આ આંસુ સખત મહેનત પછી આ તબક્કે પહોંચવાના છે. વાસ્તવમાં પાપુઆ ન્યૂ ગિની (PNG)છેલ્લી બે વખત ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાનું ચૂકી ગયા બાદ 2019માં આઇસીસી ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં સ્થાન નિશ્ચિત કરતી પ્રથમ ટીમ બની હતી.

  લગભગ 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યુ પાપુઆ ન્યુ ગિની
  પાપુઆ ન્યૂ ગિનીની ટીમ માટે અહીં પહોંચવું સરળ નહોતું. આ તબક્કે પહોંચવા માટે તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કન્યા રાશિના લોકોએ ભ્રમણાઓમાંથી બહાર નીકળવું, જાણો રાશિફળ

  કોરોનાને કારણે દેશ હાલમાં કોવિડ-19ના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં કેટલાક ખેલાડીઓએ તેમના પરિવારના સભ્યો પણ ગુમાવ્યા છે. લગભગ 2 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા બાદ હવે ટીમને લય હાંસલ કરવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

  જોકે, સ્પોર્ટ સ્ટાફે ટીમને અહીં સુધી પહોંચાડવા માટે રાત-દિવસ એક કર્યા હતા. ટુર્નામેન્ટ પહેલા ટીમે સતત 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો ક્રિકેટના અન્ય સમાચારની વાત કરીએ તો હેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ (MS Dhoni to Play IPL 2022 from CSK) તેને આસાનીથી છોડવા માંગતી નથી. ચેન્નાઈને ચારવાર આઈપીએલની ટ્રોફી (IPL Four Time Champion CSK) જીતાડનાર એમએસ ધોનીને આગામી સિઝનમાં પણ ચાહકો યેલ્લો જર્સીમાં જ જોશે. ધોનીએ એક તરફ નિવૃત્તીની (MS Dhoni IPL Retirement Updates) કોઈ વાત કરી નથી .

  આ પણ વાંચોઃ-પત્નીએ પ્લાન બનાવીને પતિને પ્રેમીકા સાથે રૂમમાં રંગેહાથે પકડ્યો, બંનેને લગાવી દીધી આગ

  બીજી બાજુ તેની ફ્રેન્ચાઈઝી પણ તેને છોડવા માંગતી નથી. સીએસએકના (CSK on Dhoni Retention) અધિકારીએ આ અંગે સિક્કો મારી દીધો છે. આગામી વર્ષે યોજાનારા ઑક્શનમાં સૌથી પહેલું રિટેન્શ કાર્ડ કેપ્ટન ધોની માટે વપરાશે. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ 2010, 2011, 20218 અને 2021માં આઈપીએલ જીતી ચુકી છે. ઘોની ટીમના બે બાતલ વર્ષ સમજો ત્યારથી ચેન્નાઈ માટે જ રમી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Cricket News in Gujarati, ICC T20 World Cup, Sports news

  આગામી સમાચાર