ઇંગ્લેન્ડ સામે ભારત હારી જતા પાક. ક્રિકેટર વકારે ગુસ્સે થતા કહ્યું.....

ભારત હવે મંગળવારે બાંગ્લાદેશ સામે રમશે અને શનિવારે શ્રીલંકા સામે મેચ રમશે.

News18 Gujarati
Updated: July 1, 2019, 1:58 PM IST
ઇંગ્લેન્ડ સામે ભારત હારી જતા પાક. ક્રિકેટર વકારે ગુસ્સે થતા કહ્યું.....
વકાર યુનુસ
News18 Gujarati
Updated: July 1, 2019, 1:58 PM IST
રવિવારે ભારત ઇગ્લેન્ડ સામે હારી જતા પાકિસ્તાન ખેલાડીઓ અને ચાહકોમાં ખુબ નારાજગી વ્યાપી છે. પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર વકાર યુનુસે ભારતીય ક્રિકેટ ટીમમાં આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ તમે જે કરી રહ્યાં છો તે તમે નથી,

જીવનમાં તમે શું કરે છે તે તમારુ ચિત્ર રજૂ કરે છે. પાકિસ્તાન સેમિ ફાઇનલ પહોંચે કે ના પહોંચે તેનાથી મને કોઇ મતલબ નથી પણ એક વાત ચોક્કસ છે કે ચેમ્પિયનોની ખેલદિલીનો આજે પરચો મળ્યો અને તેમાં જે નિષ્ફળ ગયા,”

વકાર યુનુસે ટ્વીટ કરીને તેમને ગુસ્સો સોશિયલ મીડિયા દ્વારા ઠાલવ્યો.

વાત એમ છે કે, ઇગ્લેન્ડ સામે ભારત હારી જતા વિશ્વ કપમાં પાકિસ્તાનનાં સેમિ ફાઇનલમાં પહોંચવાની તકો ઘટી ગઇ છે.

વકાર યુનુસે આડકતરી રીત ભારતીય ટીમ પર એવો આરોપ લગાવ્યો કે, ભારતે જીતવા માટે પ્રયાસો કર્યા નહીં અને એ રીતે રમતમાં ખેલદિલી દાખવી નહીં...

પાકિસ્તાન ટીમનાં ચાહકોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો કે, પાકિસ્તાન ટીમ સેમિ ફાઇનલમાં ન પહોંચે તે માટે ભારત જાણી જોઇને ઇગ્લેન્ડ સામે હારી ગયું.
ભારત હવે મંગળવારે બાંગ્લાદેશ સામે રમશે અને શનિવારે શ્રીલંકા સામે મેચ રમશે.

 
First published: July 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...