Home /News /sport /

ફખર ઝમાને પાકિસ્તાન તરફથી ફટકારી પ્રથમ બેવડી, આ મામલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ફખર ઝમાને પાકિસ્તાન તરફથી ફટકારી પ્રથમ બેવડી, આ મામલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

તસવીર - ટ્વિટર

    ઝિમ્બાબ્વે સામેની ચોથી વન-ડેમાં પાકિસ્તાનની ઓપનિંગ જોડીએ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાન (210 અણનમ) અને ઇમામ ઉલ હક (113) પ્રથમ વિકેટ માટે 304 રનની ભાગીદારી નોંધાવી હતી. આ વન-ડેમાં ઓપનિંગમાં સૌથી મોટી ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ છે. બંનેએ 12 વર્ષ જુના રેકોર્ડને તોડ્યો છે. આ પહેલા વન-ડે ક્રિકેટમાં ઓપનિંગમાં સૌથી વધારે ભાગીદારીનો રેકોર્ડ સનથ જયસૂર્યા અને ઉપુલ તરંગાના નામે હતો. બંનેએ જુલાઈ 2006માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે 286 રનની ભાગીદારી નોંધાવી હતી.

    વન-ડેમાં કોઇપણ વિકેટ માટે સૌથી સર્વશ્રેષ્ઠ ભાગીદારીનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલ અને માર્લોન સેમ્યુઅલ્સના નામે છે. બંનેએ 2015માં ઝિમ્બાબ્વે સામે બીજી વિકેટ માટે 372 રનની ભાગીદારી નોંધાવી હતી.

    પાકિસ્તાન તરફથી પ્રથમ બેવડી સદી

    ફખર ઝમાને પાકિસ્તાન તરફથી વન-ડેમાં પ્રથમ બેવડી સદી ફટકારી છે. આ પહેલા પાકિસ્તાન તરફથી સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ સઇદ અનવરના નામે હતો. જેણે 1997માં ભારત સામે 194 રન બનાવ્યા હતા. વન-ડે ક્રિકેટમાં 200 રન ફટકારનાર ઝમાન છઠ્ઠો ખેલાડી બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, ક્રિસ ગેઈલ, માર્ટિન ગુપ્ટિલ બેવડી સદી ફટકારી ચૂક્યા છે.

    પાકિસ્તાનના 50 ઓવરમાં 399 રન

    પાકિસ્તાને 50 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 399 રન બનાવ્યા હતા. ઝમાને 156 બોલમાં 24 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 210 રન બનાવ્યા હતા. ઇમામ ઉલ હકે 122 બોલમાં 8 ફોર સાથે 113 રન બનાવ્યા હતા. જ્યારે આસિફ અલીએ 22 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Fakhar zaman, Record, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन