ક્રિકેટના મહાકુંભમાં સૌથી મોટા મુકાબલો રમાઈ રહ્યો હોય ત્યારે એક-એક બોલ પર નજર રાખવામાં આવતી હોય છે. કોઈ એક ઘટના તમને ચર્ચામાં લાવી દેતી હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાય રહેલી મેચમાં એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો.
પાકિસ્તાન સામે મેચમાં ભારતીય ઇનિંગ્સ દરમિયાન વરસાદના કારણે થોડો સમય મેચ રોકાઈ હતી. વરસાદ અટક્યા પછી જ્યારે મેચ ફરી શરુ થઈ તો વહાબ રિયાઝ પોતાની ઓવર પૂરી કરવા આવ્યો હતો. રિયાઝ પોતાના દમથી ભારતીય બેટ્સમેનોને આઉટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ સમયે કેમેરો પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદના ચહેરા ઉપર ગયો હતો. આ દરમિયાન તે બગાસું ખાતો જોવા મળ્યો હતો.
હદ તો ત્યારે થઈ હતી જ્યારે સરફરાઝ બગાસા ખાતા-ખાતા ફિલ્ડિંગ ગોઠવતો જોવા મળ્યો હતો. સરફરાઝનો આ બગાસા ખાતો ફોટો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો છે અને તેની મજાક ઉડાડવામાં આવી રહી છે.
અખ્તરે સરફરાઝને કહ્યો હતો અનફિટ
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય પછી સરફરાઝ અહમદની ફિટનેસ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. અખ્તરે સરફરાઝને અનફિટ કેપ્ટન ગણાવતા કહ્યું હતું કે સરફરાઝ ટોસ માટે ગયો ત્યારે તેનું પેટ લટકી રહ્યું હતું, આવો અનફિટ કેપ્ટન જોયો નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર