ભારત સામે મેચ પહેલાં પાકિસ્તાનના કેપ્ટને આપ્યું મોટું નિવેદન

ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પાકિસ્તાનની હારનું ઠીકરું સરફરાઝે બૉલર અને બેટ્સમેન માથે ફોડ્યું હતું.

News18 Gujarati
Updated: June 13, 2019, 11:38 AM IST
ભારત સામે મેચ પહેલાં પાકિસ્તાનના કેપ્ટને આપ્યું મોટું નિવેદન
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ ખાનની તસવીર
News18 Gujarati
Updated: June 13, 2019, 11:38 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન હજુ સુધી પ્રભાવશાળી રહ્યું નથી. અત્યારસુધીની ચાર મેચમાં પાકિસ્તાન 1 મેચ જ જીતી શક્યું છે. એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ સ્થિતિના કારમે વર્તમાનમાં પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં 8માં નંબરે છે. ઑસ્ટ્રેલિયા સામેની કારમી હાર બાદ પાકિસ્તાનનું સંપૂર્ણ ધ્યાન ભારત સામે યોજાનારી મેચ પર છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝે મેચ પહેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સામે અમારી સૌથી મોટી મેચ છે. અમે આ મેચ જીતવા માટે મેદાન પર જીવ રેડી દઈશું.

ઉલ્લેખનીય છે કે આગામી 16મી જૂને વર્લ્ડકપની સૌથી મોટી કહી શકાય એવી ભારત પાકિસ્તાનની મેચ છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે મળેલી હારનો હિસાબ સરભર કરવા આતુર રહેશે જ્યારે પાકિસ્તાન વર્લ્ડ કપ શ્રૃંખલાઓમાં ભારત સામે હારવાની પરંપરા તોડવા આતુર રહેશે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને જીત મેળવીને આઈસીસી શ્રૃંખલાઓમાં ભારત સામે લાંબા સમયથી ચાલી રહેલી પરાજયની પરંપરાને તોડી હતી.

દરમિયાન 13મી જૂને ગુરૂવારે ભારતનો ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો છે. ભારત સાઉથ આફ્રીકા અને ઑસ્ટ્રેલિયાને કચડીને કોન્ફિડન્સમાં છે જ્યારે ન્યૂઝીલેન્ડ પણ આત્મવિશ્વાસથી ભરપૂર છે.

સરફરાઝે હારનું ઠીકરૂ ફોડ્યું
ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મળેલી કારમી હાર બાદ સરફરાઝે બૉલર્સ અને બેટ્સમેન પર હારનું ઠીકરૂ ફોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે એક સમયે 140-3 વિકેટ જ ગુમારી હતી જોકે, અમે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી.

 
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...