Home /News /sport /લાઈવ મેચ દરમિયન પાકિસ્તાની ખેલાડીનું મોત, ઘટનાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

લાઈવ મેચ દરમિયન પાકિસ્તાની ખેલાડીનું મોત, ઘટનાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

મેચ દરમિયાન હાર્ટ એટેકથી પાકિસ્તાની ક્રિકેટરનું મોત

Pakistani player dies during live match ! : પાકિસ્તાની ક્રિકેટર ઉસ્માન શિનવારીને એક મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે. ખેલાડીના મોતથી ક્રિકેટ રસીકો થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે આ જ નામનો એક ઝડપી બોલર પણ છે. જે પાકિસ્તાન તરફથછી રમી ચૂક્યા હતા. અને પાછલા અઠવાડિયે નેશનલ T20માં પણ રમ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં ચાલુ મેચ દરમિયાન એવી ઘટના બની બધા જ ખેલાડીઓ ડરી ગયા. મેચ દરમિયન ફિલ્ડિંગ કરી રહેલા ઉસ્માન શિનવારી નામના ખેલાડી અચાનક પડી ગયા. બાકીના ખેલાડીઓએ આ જોતા બધા જ તેમના તરફ દોડી ગયા અને તેમને ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યા. પરંતુ તેમને હોશ ન આવ્યો. ત્યાર બાદ તુરંત જ ખેલાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાં ખેલાડીનું મોત થયું ગયુ હતુ. તબીબોના જણાવ્યા અનુસાર ખેલાડીને હ્રદયનો હુમલો આવતા મોત થયું છે. આ ક્રિકેટરના મોતથી મેદાન પર ઉપસ્થિત તમામ ખેલાડીઓને હચમચાવી દીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    હાઈલાઈટ્સ

    • પાકિસ્તાની ક્રિકેટરનું લાઈવ મેચ દરમિયાન મોત

    • અચાનક મેદાન પર પડી ગયા, વીડિયો વાયરલ


    મળતી માહિતી મુજબ , પાકિસ્તાન કોર્પોરેટ લીગ અંતર્ગત લાહૌરના પ્રસિદ્ધ જુબલી ક્રિકેટ મેદાનમાં 25 સપ્ટેમ્બર રવિવારે આ મેચ રમવામાં આવી રહ્યો હતો. આ ઘટના જ્યારે થઈ ત્યારે બર્જર પેઈન્ટસની બેટિંગ ચાલુ હતી ત્યારે મેદાન પર હાજર ફ્રાઈજલેંન્ડના ફિલ્ડર ઉસ્માન શિનવારી મેદાન પર જ પડી ગયા.
    આ ઘટના જોઈ બધા જ ખેલાડીઓએ બધું છોડીને તેમની તરફ દોટ મુકી, આ ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં આ પણ જોવા મળી રહ્યું છે. કે કેવી રીતે ફિલ્ડિંગ કરી રહ્યા ઉસ્માન અચાનક મેદાન પર પડી જાય છે. અને ખેલાડીઓ પાસે પહોંચી તેમને હોશમાં લાવવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ સફળ ન રહ્યા.

    આ પણ વાંચો:  India vs Australia 3rd T-20: નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું - ટીમ ક્યાં નબળી છે?

    હાર્ટ એટેકથી ક્રિકેટકનું મોત

    ઘટના બાદ તુરંત ખેલાડીને હોસ્પિટલલ લઈ જવામાં આવ્યો. પરંતુ તબીબ તેમનો જીવ ન બચાવી શક્યા. તબીબે જણાવ્યું કે ખેલાડીને હાર્ટ એટેક આવતા મોત થયું છે. શિનવારી ઘણા સમયથી કલ્બ સાથે કોર્પોરેટ ક્રિકેટ રમી રહ્યા હતા. તે ફ્રાઈજલેંડ કંપનીની સેલ્સ ડિપાર્ટમેન્ટના હેડ હતા.



    ઉસ્માન શિનવારીને લઈ ફેલાય અફવા

    આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો અને અફવા ફેલાય ગઈ કે, હાર્ટ એટેકથી ક્રિકેટરનું મોત થયું છે. તો પાકિસ્તાન તરફથી ટેસ્ટ, વન ડે રમી ચૂકેલા ઉસ્માન શિનવારી તો નથી ને. જો કે, પાકિસ્તાની પત્રકારોએ આ અફવા ફેલાતા રોકી દીધી અને હકીકત લોકો સુધી પહોંચાડતા જણાવ્યું કે, જે ખેલાડીનું મોત થયું છે તે કોર્પોરેટ ક્રિકેટ ખેલાડી ઉસ્માન છે. પાકિસ્તાન તરફથી રમનારા ઉસ્માન સ્વસ્થ છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Cricket News Gujarati, Sports news, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन