ન્યૂઝ 18ને ઇન્ટરવ્યું આપ્યા પછી પાકિસ્તાનમાં છવાઈ મિસ્ટ્રી ગર્લ, IPL જોવા આવશે ભારત!

ન્યૂઝ 18 હિન્દીના સ્પોર્ટ્સ એડિટર વિમલ કુમારે રિજલા રેહાન સાથે દુબઈમાં ઇન્ટરવ્યું કર્યો હતો

છેલ્લા 12 વર્ષોથી દુબઈમાં રહેનારી રિજલા રેહાનનો ન્યૂઝ 18 પર ઇન્ટરવ્યુ પ્રસારિત થયા પછી હવે તેને પાકિસ્તાનમાંથી પણ સતત ફોન આવી રહ્યા છે

 • Share this:
  એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલા દરમિયાન એક સુંદર યુવતી ઘણી વખત કેમેરામાં કેદ થઈ હતી. મેચ પછી યુવતી સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ થવા લાગી હતી. પાકિસ્તાનની આ મિસ્ટ્રી ગર્લનું નામ રિજલા રેહાન છે, જે કરાચીની રહેવાસી છે. ન્યૂઝ 18 હિન્દીના સ્પોર્ટ્સ એડિટર વિમલ કુમારે રિજલા રેહાન સાથે દુબઈમાં ઇન્ટરવ્યું કર્યો હતો. હવે આ યુવતી ભારત પછી પાકિસ્તાનમાં પણ ચર્ચા જગાવી રહી છે.

  છેલ્લા 12 વર્ષોથી દુબઈમાં રહેનારી રિજલા રેહાનનો ન્યૂઝ 18 પર ઇન્ટરવ્યુ પ્રસારિત થયા પછી હવે તેને પાકિસ્તાનમાંથી પણ સતત ફોન આવી રહ્યા છે. પાકિસ્તાની ચેનલ, અખબાર અને વેબસાઇટ્સ તેની સાથે ઇન્ટરવ્યું કરવા માંગે છે. રિજલા રેહાને આ વાતની જાણકારી ન્યૂઝ 18ને આપી હતી. રિજલાએ પણ કહ્યું હતું કે ભારતીય લોકોથી એટલો પ્રેમ મળી રહ્યો છે કે તે હવે ભારત આવવા માંગે છે.

  રેહાને ન્યૂઝ 18ને કહ્યું હતું કે તે આગામી વર્ષે આઈપીએલ જોવા માટે ભારત આવશે. જો રેહાન આઈપીએલ જોવા ભારત આવશે તો તેની લોકપ્રિયતા વધી જશે. રિજલા રેહાન ક્રિકેટ સિવાય બિગ બોસ, શાહરુખ ખાન, સલમાન ખાન અને ભારતીય સાડીઓ પસંદ છે.
  Published by:Ashish Goyal
  First published: