Home /News /sport /Eid-ul-Adha: ઇદ પહેલા પાકિસ્તાની ક્રિકેટરના બકરાની ચોરી, 90 હજાર રૂપિયા છે કિંમત

Eid-ul-Adha: ઇદ પહેલા પાકિસ્તાની ક્રિકેટરના બકરાની ચોરી, 90 હજાર રૂપિયા છે કિંમત

કામરાન ઇદ ઉપર કુર્બાની આપવા માટે જે બકરો ખરીદીને લાવ્યો હતો તે બકરો ચોરાઇ ગયો

Kamran Akmal - ઇદ ઉલ અજહા એટલે કે બકરી ઇદ રવિવારને 10 જુલાઇના રોજ મનાવવામાં આવશે, કામરાન ઇદ ઉપર કુર્બાની આપવા માટે જે બકરો ખરીદીને લાવ્યો હતો તે ચોરાઇ ગયો

    લાહોર : પાકિસ્તાનનો ક્રિકેટર કામરાન અકમલ (Kamran Akmal) કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. હાલ ફરી તે ચર્ચામાં આવ્યો છે. ઇદ ઉલ-અજહા (Eid-ul-Adha)એટલે કે બકરી ઇદના (Bakrid 2022) એક દિવસ પહેલા કામરાન અકમલના ઘરે ચોરી થઇ છે. કામરાન ઇદ ઉપર કુર્બાની આપવા માટે જે બકરો ખરીદીને લાવ્યો હતો તે બકરો ચોરાઇ ગયો છે.

    ઇદ ઉલ અજહા એટલે કે બકરી ઇદ રવિવારને 10 જુલાઇના રોજ મનાવવામાં આવશે. જોકે ચોરોએ બકરી ઇદના એક દિવસ પહેલા જ પાકિસ્તાનના ખેલાડીના ઘરેથી બકરાની ચોરી કરીને તહેવારના રંગમાં ભંગ પાડ્યો છે. અકમલનો આ બકરો લાહોરમાં એક સોસાયટીમાં ઘરની બહાર બાંધેલો હતો.

    કામરાન અકમલના પિતા મોહમ્મદ અકમલે પત્રકારોને જણાવ્યું કે આ વર્ષે બકરી ઇદના દિવસે 6 બકરાની કુર્બાની આપવાની હતી. જોકે તેમાંથી એક બકરાની ચોરી થઇ ગઈ છે. ચોરોએ આ છ બકરામાંથી સૌથી સારા બકરાની ચોરી કરી છે. જેની કિંમત 90 હજાર રૂપિયા હતી. ઘરેથી બકરાની ચોરી પછી હાઉસિંગ સોસાયટીના સુરક્ષાના મેનેજમેન્ટને આ વિશે જાણકારી આપવામાં આવી છે.

    આ પણ વાંચો - અનિલ કુંબલેથી લઈને રાહુલ દ્રવિડ સુધી, જાણો શું કરે છે દિગ્ગજ ક્રિકેટરોના બાળકો

    અકમલના પિતાએ કહ્યું કે અમે પોતાના નોકરોને બકરા પર નજર રાખવા માટે કહ્યું હતું. જોકે તે સવારે 3 વાગે તે ઊંઘી ગયા હતા અને તે સમયે ચોર બકરાને ચોરી ગયા હતા. જે સૌથી મોંઘો અને તગડો હતો.

    કામરાન અકમલની ક્રિકેટ કારકિર્દી

    કામરાન અકમલ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સભ્ય રહ્યો છે. જોકે તે છેલ્લા 5 વર્ષથી ટીમની બહાર છે. તે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ 2017માં રમ્યો હતો. આ પછી નેશનલ ટીમમાંથી બહાર છે. કામરાન પાકિસ્તાન તરફથી 53 ટેસ્ટ, 157 વન-ડે અને 58 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ટેસ્ટ મેચમાં કામરાને 30.79ની એવરેજથી 2648 રન બનાવ્યા છે. વન-ડેમાં 3236 અને ટી-20માં 987 રન બનાવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Eid, Eid-ul-Adha, Pakistan news, બકરી ઇદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन