Photos: ભારતની શામિયા બની પાક.ની પુત્રવધૂ, ક્રિકેટર હસન સાથે દુબઈમાં થયા લગ્ન

લગ્નમાં શામિયા ભારતીય અંદાજમાં જોવા મળી, તેણે ઈન્ડિયન સ્ટાઇલનો લેંઘો પહેર્યો હતો

News18 Gujarati
Updated: August 21, 2019, 12:41 PM IST
Photos: ભારતની શામિયા બની પાક.ની પુત્રવધૂ, ક્રિકેટર હસન સાથે દુબઈમાં થયા લગ્ન
લગ્નમાં શામિયા ભારતીય અંદાજમાં જોવા મળી, તેણે ઈન્ડિયન સ્ટાઇલનો લેંઘો પહેર્યો હતો
News18 Gujarati
Updated: August 21, 2019, 12:41 PM IST
ભારતની દીકરી શામિયા આરઝૂ અને પાકિસ્તાનના ક્રિકેટર હસન અલી લગ્નગ્રંથીથી બંધાઈ ગયા છે. દુબઈના એટલાન્ટિસ પામ જુબેરા પાર્ક હોટલમાં બંનેના લગ્ન થયા. હરિયાણાના નૂંહની રહેનારી શામિયા છેલ્લા ત્રણ વર્ષથી દુબઈમાં એર અમીરાતમાં કામ કરી રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા હસન અલી અને શામિયાની મુલાકાત દુબઈમાં જ થઈ હતી. મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને ત્યારબાદ બંનેએ એક બીજા સાથે રહેવાની નિર્ણય કરી લીધો.

લગ્નના થોડા દિવસ પહેલા જ શામિયાનો પરિવાર દુબઈ પહોંચ્યો હતો. ત્યારબાદ ત્યાં લગ્ન પહેલાની વિધિ કરવામાં આવી. આ કપલે બુર્જ અલ અરબ બીચ પર પોતાનું પ્રી-વેડિંગ શૂટ પણ કરાવ્યું હતું. બંનેના લગ્ન મંગળવાર સાંજે 6 વાગ્યાની આસપાસ થયા. ત્યારબાદ 8 વાગ્યાની આસપાસ ડિનરનું આયોજન કર્યુ અને મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ વિદાય થઈ.











 




View this post on Instagram




 

------ THE FIRST LOOK ----- ON DEMAND OF OUR FANS!! Close up of #Cricketer Hassan Ali and Newly wedded wife Samiya Arzoo!! For those of you who don't know, Hassan Ali and Samiya belong to nations Across the borders, PakIndia!! LOVE BROUGHT THEM TOGETHER!! WE WISH THEM THE BEST OF LUCK FOR THEIR LIFE AHEAD! AND WE REALLY LOOK FORWARD TO THEIR REMARKS ON PAK-INDIA MATCHES! BOND MADE IN HEAVEN, UNIFIED ON EARTH!! Da Artist Photography takes pride in being the photographers for this Nikkah ceremony in Dubai! ------ Courtesy of @daartistphoto ------ BOOK US NOW! PAK🇵🇰: +92 345 6749600 UAE🇦🇪: +971 52 6749600 MUA: @mishiangellomakeup Hairstyle: @danihairstylist1


A post shared by Da Artist Wedding Photography® (@daartistphoto) on






લગ્નમાં શામિયા ભારતીય અંદાજમાં જોવા મળી. તેણે ઈન્ડિયન સ્ટાઇલનો લેંઘો પહેર્યો હતો, જ્યારે હસન અલીએ પાકિસ્તાનનો પારંપિરક ડ્રેસ બ્લેક અને ગ્રે રંગની શેરવાની પહેરી હતી. બંનેના લગ્ન દુબઈમાં થયા અને રિસેપ્શન પાર્ટી પાકિસ્તાનમાં યોજાશે.
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...