નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર જોવા મળી રહી છે, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોને ઓક્સિજનની ઉણપથી તકલીફ પડી રહી છે. દરરોજ લાખો કેસ નોંધાય છે. ત્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સોશિયલ મીડિયા પર ભારત માટે પ્રાર્થના વ્યક્ત કરી છે. ભારતમાં દૈનિક કોરોનાના ત્રણ લાખ કેસ સામે આવી રહ્યા છે. આઝમે ટ્વિટમાં કહ્યું કે ‘તેમની પ્રાર્થના ભારતના લોકો સાથે છે.’
થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાના પેટ ક્યુમિન્સે PM કેર ફંડમાં 50,000 ડોલરનું દાન કર્યું છે. ભારતની હોસ્પિટલમાં ઓક્સિજનની આપૂર્તિ માટે દાન કર્યું છે. ક્યુમિન્સે પોસ્ટમાં જણાવ્યું કે, “ભારત એક એવો દેશ છે, જ્યાં મને કેટલાક વર્ષોથી આવવું ખૂબ જ ગમે છે. ભારતના લોકો દયાળુ છે. અત્યારે ભારતના લોકો પીડાઈ રહ્યાં છે, જેનું મને ખૂબ જ દુ:ખ છે.”
ક્યુમિન્સે જણાવ્યું કે “કોવિડ-19ના વધતા સંક્રમણના સમયમાં IPL શરૂ રાખવી જોઈએ કે નહીં તેના પર ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી. મેં સલાહ આપી કે ભારત સરકારનો વિચાર છે કે IPLના સમયે લોકો લોકડાઉનમાં રહે, અને આ કપરા સમયમાં દરેક વ્યક્તિ થોડાક સમય સુધી તેનો આનંદ લઈ શકે. ક્રિકેટરના ભાગરૂપે અમને એક ખૂબ જ સારુ પ્લેટફોર્મ મળ્યું છે જે અમને મિલિયન લોકો સુધી પહોંચાડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને વિશેષરૂપે ઓક્સિજનની આપૂર્તિ માટે PM કેર ફંડમાં દાન કર્યું છે,”
કોરોનાને કારણે સમગ્ર દેશ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ સાવચેતીની જરૂરિયાત છે. દેશના અનેક ભાગમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર