Video: ભારતનું રાષ્ટ્રગીત ગાનાર પાકિસ્તાની પ્રશંસકે વર્લ્ડ કપ મેચ પર કરી ભાવુક અપીલ

ભારતનું રાષ્ટ્રગીત ગાનાર પાકિસ્તાની પ્રશંસકે વર્લ્ડ કપ મેચ પર કરી ભાવુક અપીલ

આદિલે વીડિયોમાં કહ્યું હતું કે શાહિદ આફ્રિદી, અખ્તર ઘણી વખત ઓન રેકોર્ડ એ વાત કહી ચૂક્યા છે કે તેમને પાકિસ્તાન કરતા વધારે ઇન્ડિયામાં પ્રેમ મળ્યો છે

  • Share this:
    2018ના એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત ગાનાર પાકિસ્તાનનો ક્રિકેટ પ્રશંસક આદિલ તાજે પુલવામાં હુમલાના કારણે આગામી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ ન રમવાની માંગણીઓ વચ્ચે ટિપ્પણી કરી હતી. આદિલે કહ્યું હતું કે મેચનો બોયકોટ કરવો યોગ્ય નિર્ણય નથી. તેનાથી કોઈને ફાયદો થશે નહીં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં આદિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ભારતનું રાષ્ટ્રગીત ગાતો જોવા મળ્યો હતો. આ વીડિયોની ઘણી પ્રશંસા થઈ હતી.

    આદિલે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે ક્રિકેટનો બોયકોટ કરવાથી કશું થશે નહીં. પુલવામાં હુમલા પછી પણ સાઉદી અરબમાં ભારત અને પાકિસ્તાનના લોકો પહેલાની જેમ જ રહી રહ્યા છે. ક્રિકેટના કારણે જ ભારતે 2004માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. તમે તે સમયના ખેલાડીઓને પુછશો તો તે કહે છે કે તેમને કેટલો પ્રેમ મળ્યો હતો.



    આ પણ વાંચો - સરકાર ના પાડશે તો વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે નહી રમે ભારત: BCCI સૂત્ર

    ગત વર્ષે સપ્ટેમ્બરમાં આદિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ભારતનું રાષ્ટ્રગીત ગાતો જોવા મળ્યો હતો.


    આદિલે વીડિયોમાં કહ્યું હતું કે શાહિદ આફ્રિદી, અખ્તર ઘણી વખત ઓન રેકોર્ડ એ વાત કહી ચૂક્યા છે કે તેમને પાકિસ્તાન કરતા વધારે ઇન્ડિયામાં પ્રેમ મળ્યો છે. ક્રિકેટર્સ અને ક્રિકેટ પ્રશંસક હંમેશા સારા બોન્ડ શેર કરતા આવ્યા છે. શાહિદ આફ્રિદીના ઘરમાં આજે પણ સચિન તેંડુલકરની સાઇન કરેલી ઇન્ડિયન ટીમની જર્સી ફ્રેમ છે અને વિરાટ કોહલીએ આફ્રિદીના રિટાયરમેન્ટ પછી તેને પોતાની ઇન્ડિયન ટીમની જર્સી ભેટ કરી હતી, જેના ઉપર ઇન્ડિયન ટીમ પ્લેયર્સના સિગ્નેચર હતા.

    આદિલે કહ્યું છે કે આવા ઘણા ઉદાહરણ છે જ્યાં તમને ખબર પડશે કે ક્રિકેટર્સ કેટલા સારા બોન્ડ શેર કરે છે. આવા સમયે આ મેચને બોયકોટ કરવી જોઈએ નહીં. આ બહુપ્રતિક્ષિત મેચ છે. ICCના નિર્દેશકે પણ કહ્યું છે કે અમને ભારત અને પાકિસ્તાનની મેચ માટે ચાર લાખથી વધારે ટિકિટ એપ્લિકેશન મળી છે. જ્યારે સ્ટેડિયમની ક્ષમતા ફક્ત 25 હજાર છે. આશા રાખીએ કે મેચ પોતાના સમયે યોજાય.
    Published by:Ashish Goyal
    First published: