Home /News /sport /પાકિસ્તાની અભિનેત્રી રઘવાયી થઇ, કહ્યું- ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો કરીશ આ કામ

પાકિસ્તાની અભિનેત્રી રઘવાયી થઇ, કહ્યું- ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો કરીશ આ કામ

સેહર શિનવારીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું છે.

India vs Zimbabawe News: સેહર શિનવારીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'હું ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરીશ. જો આગામી મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ ચમત્કારિક રીતે ભારતને હરાવશે.

    ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ સુપર 12ની 42મી મેચમાં ઝિમ્બાબ્વે (India vs Zimbbwe) સામે ટકરાશે. આ મેચ રવિવારે (6 નવેમ્બર) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા ગુરુવારે મેલબોર્ન પહોંચી હતી. રોહિત શર્મા એન્ડ કંપની શુક્રવારે પ્રેક્ટિસ માટે મેદાન પર ઉતરશે. ભારત અને ઝિમ્બાબ્વે મેચને લઈને પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

    સેહર શિનવારીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'હું ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરીશ. જો આગામી મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ ચમત્કારિક રીતે ભારતને હરાવશે. ભારતીય ટીમે 4માંથી ત્રણ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાના 6 પોઈન્ટ છે અને તે ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં તેણે નેધરલેન્ડને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતને સાઉથ આફ્રિકાએ હરાવ્યું હતું જ્યારે ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલની ઉંબરે પહોંચી હતી.

    સેહર શિનવારીનું ટ્વીટ


    બીજી તરફ પાકિસ્તાનની ટીમે વર્તમાન વર્લ્ડ કપમાં બે જીત સાથે સેમિફાઇનલ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. પાકિસ્તાનના ચાર પોઈન્ટ છે અને તે ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. સુપર 12માં ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાનને હરાવ્યું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ તેની સાથે સાવધાની રાખવી પડશે.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે નવું શું? અમદાવાદમાં 93 હજાર યુવા મતદાર પહેલીવાર મતદાન કરશે

    તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ પાકિસ્તાનની આ અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે "અલ્લાહ કરે કે ભારતની ટીમ ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામે પણ હારી જાય. પછી મારા હૃદયને શાંતિ મળશે." પાકિસ્તાની અભિનેત્રીના આ ટ્વિટ પર અફઘાન હસીના વજમા અયુબી ભારતના સમર્થનમાં આવી હતી. સહર શિનવારીના ટ્વીટનો જવાબ આપતા વજમાએ લખ્યું કે "અલ્લાહ ભારત વર્લ્ડકપ જીતી જાય ઈન્શાઅલ્લાહ."
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket t20 world cup, T20 World Cup 2022, T20 World Cup news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन