Home /News /sport /

વર્લ્ડ કપ માટે પાકિસ્તાને કરી ટીમની જાહેરાત, મોહમ્મદ આમિરને પડતો મુક્યો

વર્લ્ડ કપ માટે પાકિસ્તાને કરી ટીમની જાહેરાત, મોહમ્મદ આમિરને પડતો મુક્યો

વર્લ્ડ કપ માટે પાકિસ્તાને કરી ટીમની જાહેરાત, મોહમ્મદ આમિરને પડતો મુક્યો

ઓલરાઉન્ડર ઇમાદ વસીમ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો હોવા છતા વર્લ્ડ કપની ટીમમાં સ્થાન બનાવવા સફળ રહ્યો

    30 મે થી ઇંગ્લેન્ડમાં શરુ થઈ રહેલા વર્લ્ડ કપ માટે પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે. જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને વર્લ્ડ કપની ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. મોહમ્મદ આમિર છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં ન હતો. આ કારણે પસંદગીકારોએ તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપ્યું નથી.

    બીજી તરફ ઓલરાઉન્ડર ઇમાદ વસીમ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો હોવા છતા વર્લ્ડ કપની ટીમમાં સ્થાન બનાવવા સફળ રહ્યો છે. મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે આ જાણકારી આપી હતી. ઇંઝમામે કહ્યું હતું કે ઇમાદ વસીમ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે પણ અમે તેને ટીમમાં તક આપી છે.

    આ પણ વાંચો - વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી, આ મોટા ખેલાડીને ના મળ્યું સ્થાન



    વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ - સરફરાઝ અહમદ (કેપ્ટન), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, આબિદ અલી, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હફિઝ, હરેસ સોહેલ, શાદાબ ખાન, ઇમાદ વસીમ, હસન અલી, ફહીમ અશરફ, શાહિન આફ્રિદી, જુનૈદ ખાન, મોહમ્મજ હુસનૈન.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: World cup 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन