Home /News /sport /PAK vs NZ : પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં, ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું

PAK vs NZ : પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં, ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું

PAK Vs NZ Semi Final

PAK vs NZ T20 WC સેમિફાઇનલ: T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022) માં આજે પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો (PAK vs NZ) સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર આમને-સામને છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

વધુ જુઓ ...
    PAK vs NZ T20 WC સેમિફાઇનલ: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સાત વિકેટે માત આપીને ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાનને 153 રનનો પડકાર આપ્યો હતો. પાકિસ્તાને અંતિમ ઓવરમાં તે પડકારને જીલી લીધો હતો. આ દરમિયાન પાકિસ્તાને પોતાની ત્રણ વિકેટ પણ ગુમાવી હતી. 

    પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને અર્ધશતકીય ઇનિંગ રમીને પાકિસ્તાનની જીતને સુનિશ્ચિત કરી દીધી હતી. તે ઉપરાંત હારિસે 30 રનની ઇનિંગ રમી હતી.

    પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે એક વિકેટ નવાજના ખાતામાં ગઇ હતી. તે ઉપરાંત એક ક્વિી ખેલાડી રન આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે બે વિકેટ અને મિચેલ સેન્ટનરે એક વિકેટ ઝડપી હતી.

    ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહતી. જોકે, ડ્રેયેલ મિચેલની અર્ધશતક અને કેન વિલિયમસનના 46 રન બનાવીને ન્યૂઝીલેન્ડની ઇનિંગને સંભાળીને પોતાના સ્કોર બોર્ડને 150 રનને પાર કર્યો હતો.

    T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022) માં આજે પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો (PAK vs NZ) સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર આમને-સામને છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

    સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 મેચ જીતી છે. પિચ બેટિંગ માટે અનુકૂળ છે અને આજની મેચમાં રનનો ભારે વરસાદ થઈ શકે છે.

    બંને ટીમોના પ્લેઇંગ-11
    બંને ટીમોએ તેમની છેલ્લી મેચના પ્લેઇંગ-11માં જ મેદાન માર્યું છે. એટલે કે તેમાં કોઈ ફેરફાર થયો નથી.

    ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન.

    પાકિસ્તાનઃ મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन