Home /News /sport /પાકિસ્તાન Vs ન્યૂઝીલેન્ડ: પાકની જીત શાદાબ-શાન પર રહેશે દારોમદાર? જાણો શું કહે છે સમીકરણ

પાકિસ્તાન Vs ન્યૂઝીલેન્ડ: પાકની જીત શાદાબ-શાન પર રહેશે દારોમદાર? જાણો શું કહે છે સમીકરણ

પાક કરતાં ક્વિીનું પલડૂ ભારે

Pakistan vs New Zealand: T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ માટે બંને ટીમોએ જોરદાર તૈયારી કરી લીધી છે. આવી સ્થિતિમાં આજનો દિવસ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે.

વધુ જુઓ ...
    Pakistan vs New Zealand: T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ માટે બંને ટીમોએ જોરદાર તૈયારી કરી લીધી છે. આવી સ્થિતિમાં આજનો દિવસ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. પાકિસ્તાન માટે તેમનો સ્ટાર બેટ્સમેન શાન મસૂદ પોતાનું ફોર્મ જાળવી રાખવા માંગશે. બોલિંગમાં શાદાબ ખાન અજાયબી કરવાના ઈરાદા સાથે સેમિફાઈનલમાં રમવા ઉતરશે.

    શાન મસૂદે બેટ વડે અજાયબી કરી બતાવી

    પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનનું બેટ T20 વર્લ્ડ કપમાં હજું સુધી શાંત છે. આવી સ્થિતિમાં ટીમની આખી બેટિંગ લાઇનને શાન મસૂદે પોતાના ખભા પર ઉઠાવી છે અને અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં તેણે શાનદાર બેટિંગ કરી છે. ભારત સામેની પ્રથમ મેચમાં શાને 52 રનની અડધી સદીની ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી, જ્યારે ઝિમ્બાબ્વે સામે પણ તેણે 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. શાન મસૂદે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 134 રન બનાવ્યા છે, જે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના તમામ બેટ્સમેન કરતા વધારે છે.

    બોલિંગમાં શાદાબ પાકિસ્તાનનો કિંગ બન્યો હતો

    પાકિસ્તાનનો જમણો હાથ લેગ બ્રેક બોલર શાદાબ ખાન T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. તેણે પોતાની ટીમ માટે આ વર્લ્ડ કપની 5 મેચમાં 10 વિકેટ લીધી છે. શાદાબે ટૂર્નામેન્ટની ઘણી મહત્વપૂર્ણ મેચોમાં મેચ વિનિંગ બોલિંગ કરી છે. તે પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. શાદાબની ખાસ વાત એ છે કે તે બોલિંગની સાથે સાથે બેટિંગથી ટીમ માટે ઉપયોગી રન બનાવે છે.

    પાક કરતાં ન્યૂઝીલેન્ડનો પલડો ભારે

    ભારત અને ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ પછી પાકિસ્તાનની ટીમે જોરદાર વાપસી કરી હતી. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશને હરાવીને 6 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનને નસીબનો સાથ મળતા સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમને નેધરલેન્ડ સામે અપસેટનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડ સામેની હાર બાદ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાની આગળની સફરનો અંત આવ્યો હતો.

    આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર રીતે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડે ખિતાબની રાહ જોઈ રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને 100 રનથી હરાવ્યું હતું. તેમના ઉત્તમ ટીમ સંતુલનના આધારે ન્યુઝીલેન્ડની ટીમ ગ્રુપ Aમાં સૌથી વધુ પોઈન્ટ મેળવવામાં સફળ રહી. એટલું જ નહીં ન્યૂઝીલેન્ડ તેના શાનદાર પ્રદર્શનને કારણે સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ પણ બની છે.

    જોકે, પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા કોઈ મોટું જોખમ લેવા માંગતી નથી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર નહીં કરવાનો સંકેત આપ્યો છે. મતલબ કે પાકિસ્તાનની ટીમ આ મેચમાં પણ ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે.

    ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસને તેના પ્લેઈંગ 11 અંગે કોઈ પત્તો નથી ખોલ્યો. જોકે, સમગ્ર ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની બોલિંગ શાનદાર રહી છે. ટ્રેન્ટ બોલ્ટ માત્ર ચુસ્ત બોલિંગ જ નથી કરી રહ્યો પરંતુ તે વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચમાં તેના સૌથી અનુભવી બોલર ટિમ સાઉથી પાસેથી પણ વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

    બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે

    ન્યુઝીલેન્ડ પોસિબલ પ્લેઈંગ-11: ફિન એલન, ડેવન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન.

    પાકિસ્તાન પોસિબલ પ્લેઈંગ-11: મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन