ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની ફીલ્ડીંગ માટે સૌથી વધુ જાણીતી છે. તેના દરેક ખેલાડી કેચ ઝડપવા માટે પોતાનો દમ લગાવી દે છે અને આવું જ કઈંક થયું T20 વિશ્વ કપ 2021 (T20 World Cup 2021)ના 19માં મેચમાં. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (PAK vs NZ) વચ્ચે રમાયેલ ટી20 વર્લ્ડ કપના સુપર 12 મેચ (Super 12 Match)માં મોહમ્મદ હાફીઝ (Mohammad Hafeez) 6 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. તે મિશેલ સેંટનરના બોલ પર આઉટ થયો અને તેને આઉટ કરવા માટે ડેવોન કોન્વે (Devon Conway)એ એક સુપરમેન કેચ(Conway’s Superman Catch) પકડ્યો હતો. તેની ચર્ચાઓ આજે ચોતરફ થઈ રહી છે.
કોનવેની કેચનો આ વિડીયો સોશ્યલ મીડિયા (Video Viral)માં ભારે વાયરલ થઇ રહ્યો છે. આઇસીસી (ICC)એ ફેસબુક પર આ વિડીયો શેર કરી કેપ્શનમાં લખ્યું કે “ડેવોન કોન્વે બન્યા સુપરમેન. શું તમે કેચ ઓફ ધ ટૂર્નામેન્ટનો કેચ જોયો?”
ડેવોન કોન્વેનો કેચ શા માટે રહ્યો ખાસ?
આપને જણાવી દઇએ કે ડેવોન કોન્વેએ પોતાની ડાબી તરફ ડાઇવ લગાવીને કેચ ઝડપ્યો. તેમના જંપનો ટાઇમિંગ ખૂબ જ સટીક હતો અને મહત્વની વાત છે કે તેમણે બોલને બંને હાથે પકડી લીધો. સામાન્ય રીતે આવા કેચમાં ફીલ્ડર એક હાથનો ઉપયોગ કરે છે, પરંતુ કોન્વેએ બંને હાથોનો ઉપયોગ કર્યો. કોન્વેના આ શાનદાર કેચના કારણે મોહમ્મદ હાફીઝ 11 રન બનાવી આઉટ થયા. મોહમ્મદ હાફીઝ ન્યૂઝીલન્ડ માટે એક મોટો ખતરો હતા, કારણ કે આ બેટ્સમેને આવતાની સાથે જ પહેલા બોલમાં સિક્સ ફટકારી હતી.
કોન્વેનો આ સુપરમેન કેચ જોઇને પૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ કોમેન્ટેટર હરભજન સિંહ(Cricketer Harbhajan Singh) પણ પોતાને વિડીયો શેર કરવાથી રોકી શક્યા નહીં. હરભજને પોતાના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર કોન્વેના આ શાનદાર કેચનો વિડીયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, “આ એક અવિશ્વનીય કેચ છે. કેચીસ વિન મેચીસ. શું આ કેચ રમતમાં એક મોટો વળાંક સાબિત થઇ શકે છે? તમારું શું કહેવું છે? રસપ્રદ મેચ.”
એટલું જ નહીં આજે કોન્વેના કેચનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ રસીયાઓ આ કેચના વખાણ કરતા થાકી રહ્યા નથી. આ સિવાય ક્રિકેટની અનેક જાણીતી હસ્તીઓએ પણ આ વિડીયો શેર કરી કોન્વેના વખાણ કર્યા છે.
ન્યૂઝીલેન્ડને મળી હાર
ડેવોન કોન્વેના દમદાર કેચે મેચમાં રોમાંચ તો ઉભો કર્યો, પરંતુ અંતે પાકિસ્તાને મેચમાં જીતનો ખિતાબ પોતાના નામે કર્યો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 134 રન બનાવ્યા હતા. પાકિસ્તાને મેચને 18.4 ઓવરમાં પોતાના નામે કર્યો. આસિફ અલીએ 7માં નંબર પર ઉતરીને 12 બોલમાં તાબડતોડ 27 રન બનાવીને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. શોએબ મલિકે પણ 26 રન બનાવ્યા. તો રિઝવાન 33 રન બનાવવામાં સફળ રહ્યો. પાકિસ્તાનની જીતના હીરો હારિસ રઉફ રહ્યો, જેણે 4 વિકેટ ઝડપી હતી. આ તેનું ટી20 કરિયરનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હતું. પાકિસ્તાન બે જીત સાથે ગ્રુપ બીમાં પ્રથમ ક્રમે છે. અફઘાનિસ્તાન બીજા અને ભારત 5મા સ્થાને છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર