Home /News /sport /PAKVsNZ: 1992ની જીતને રિપીટ કરવા ઉતરશે પાકિસ્તાન, ક્યા અને ક્યારે રમાશે પ્રથમ સેમિ ફાઇનલ મેચ

PAKVsNZ: 1992ની જીતને રિપીટ કરવા ઉતરશે પાકિસ્તાન, ક્યા અને ક્યારે રમાશે પ્રથમ સેમિ ફાઇનલ મેચ

બાબર આઝમ અને કેન વિલિયમસન (ફાઇલ ફોટો)

T20 Worldcup First Semi Final: ટી-20 વર્લ્ડકપ 2022 પોતાના અંતિમ તબક્કામાં પહોચી ગયુ છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ 9 નવેમ્બર 2022માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

    T20 Worldcup First Semi Final: ટી-20 વર્લ્ડકપ 2022 પોતાના અંતિમ તબક્કામાં પહોચી ગયુ છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ 9 નવેમ્બર 2022માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

    સુપર-12ની વાત કરીએ તો એક તરફ પાકિસ્તાનની ટીમે શરૂઆતની બે મેચ ગુમાવ્યા બાદ 3 જીત મેળવી હતી અને પોતાના નસીબના સહારે અંતિમ ચારમાં પહોચી હતી જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 7 અંક સાથે પોતાના ગ્રુપમાં ટોપ પર રહી હતી. જોકે, નૉક આઉટ મેચમાં છેલ્લા કેટલાક વર્ષમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન ચિંતાનો વિષય રહ્યુ છે.

    છેલ્લા સાત વર્ષમાં ન્યૂઝીલેન્ડની ટીમે 3 વર્લ્ડકપ ફાઇનલ રમી છે પરંતુ જીત મેળવી શકી નથી, ન્યૂઝીલેન્ડે 2015 અને 2019 વન ડે વર્લ્ડકપ તો 2021માં ટી-20 વર્લ્ડકપની ફાઇનલ રમી છે ટીમ પાસે નૉક આઉટમાં પોતાનું પ્રદર્શન બદલવાનો પડકાર હશે.

    પાકિસ્તાન Vs ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્યારે રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ?

    પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ 9 નવેમ્બર, બુધવારે રમાશે

    કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ સેમિ ફાઇનલ મેચ?

    પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે

    ક્યા જોઇ શકાશે મેચ?

    પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકો છો. આ સિવાય મેચની લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પર પણ જોઇ શકો છો.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन