ડેવિડ વોર્નરની સદી, ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે વિજય

News18 Gujarati
Updated: June 12, 2019, 10:44 PM IST
ડેવિડ વોર્નરની સદી, ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે વિજય
ડેવિડ વોર્નરની સદી, ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે વિજય

ડેવિડ વોર્નરની સદી (107) અને એરોન ફિન્ચ (82)ની અડધી સદી

  • Share this:
ડેવિડ વોર્નરની સદી (107) અને એરોન ફિન્ચ (82)ની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 41 રને વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 49 ઓવરમાં 307 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પાકિસ્તાન 45.4 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થયું હતું.

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો આ ત્રીજો વિજય છે. જ્યારે પાકિસ્તાનનો બીજો પરાજય થયો છે. પાકિસ્તાન તરફથી ઇમામ ઉલ હકે સૌથી વધારે 53 રન બનાવ્યા હતા. આ સિવાય હાફિઝે 46, વહાબ રિયાઝે 45 , સરફરાઝ અહમદે 40 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને રિચર્ડસનને 2-2 વિકેટ મળી હતી.

આ પણ વાંચો - હવે ન્યૂઝીલેન્ડને હરાવવાનું લક્ષ્યાંક, આવો છે ભારતીય ટીમનો કાર્યક્રમ

આ પહેલા ડેવિડ વોર્નર અને ફિન્ચે પ્રથમ વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને શાનદાર સફળતા અપાવી હતી. વોર્નરે 111 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે 107 રન બનાવ્યા હતા. જ્યારે ફિન્ચે 84 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે 82 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના મોહમ્મદ આમિરે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી.
First published: June 12, 2019, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading